Rajkot News: રાજકોટ (Rajkot) અમદાવાદ (Ahmedabad) હાઈવે પર ખોડિયાર હોટલ નજીક રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી અને દારૂની હેરાફેરી કરતી એક કાર ઝડપી પાડી. આ કારમાં ખાસ ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ કરી પોલીસે બે શખ્સોને ઝડપી લીધા.આ ઘટનામાં વિદેશી દારૂની બોટલો સહિત કુલ 6 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઈવે પર એક કારમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખોડિયાર હોટલ નજીક ચેકિંગ હાથ ધર્યું. શંકાસ્પદ ગાડીને રોકી તપાસ કરતાં તેમને કારમાં ખાસ રીતે બનાવેલ ચોરખાનું મળી આવ્યું, જેમાં વિદેશી દારૂની બોટલો છુપાવવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે કાર ચાલક ચંદ્રસિંહ ચૌહાણ અને તેની સાથે રહેલા ઇકબાલ સૈયદ નામના બે શખ્સોને ઝડપી લીધા. આ બંને વિરુદ્ધ ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂની બોટલો અને અન્ય સામગ્રી સહિત કુલ 6 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચો:રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ સંબંધી ગુનાહ ઉકેલવામાં સાયબર પોલીસ સ્ટેશન મહત્વની ભૂમિકા ભજવશે!
આ પણ વાંચો:રાજકોટ : આધારકાર્ડમાં નામ-સરનામાં બદલવાનું કૌભાંડ, 6 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:રાજકોટના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના, પોલીસ તપાસમાં લાગી
