- જામનગરમાં ઉમેદવારોએ નથી ભર્યા નામાંકન પત્ર
- ભાજપના વિજય મુહૂર્તનો સમય થયો પૂર્ણ
- ગઈકાલે પ્રદેશ પ્રમુખે આપ્યો હતો આદેશ
- વિજય મુહૂર્તમાં નામાંકન ભરવાનો આપ્યો હતો આદેશ
- નામાંકન પત્ર ભરવામાં અસમંજસની સ્થિતિ
- શહેર ભાજપ કાર્યાલય નજીક ઉમેદવારોનો જમાવડો
આજે 6 મનપાની ચૂંટણી અંગે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે ભાજપનાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. આ પ્રક્રિયા વિજય મુહૂર્તમાં કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે જામનગરમાં વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઇ રહી હોવાનુ સામે આવી રહ્યુ છે.
આપને જણાવી દઇએ કે, જામનગરમાં ઉમેદવારોએ હજુ સુધી નામાંકન પત્ર ન ભર્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યારે ભાજપનાં વિજય મુહૂર્તનો સમય પણ હવે પૂર્ણ થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે, ગઈ કાલે ગુરુવારનાં રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે અહી નામાંંકન પત્ર ભરવામાં અસમંજસની સ્થિતિનું નિર્માણ થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, શહેર ભાજપ કાર્યલય નજીક ઉમેદવારોનો જમાવડો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ગઇ કાલે ગુરુવારનાં રોજ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. ત્યારે જામનગરમાં આ વિજય મુહૂર્તનો સમય વિતી ગયા બાદ પણ એકપણ નામાંકન પત્ર ન ભરાતા આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.
Election / ભાજપનાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
Election / જામનગર ભાજપમાં રાજીનામા બાદ પક્ષપલ્ટો, પૂર્વ ભાજપ શહેર મંત્રી જોડાયા કોંગ્રેસમાં
Election / અમદાવાદ મનપાના ઉમેદવાર મુદ્દે BJPમાં ઉગ્રવિરોધ, સાબરમતીના મહિલા કાર્યકર્તાઓનો બળવો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
