vadodra/ વડોદરામાં 78 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે

એસએમસીએ બે આરોપીની કરી ધરપકડ

Gujarat Top Stories Vadodara
Beginners guide to 2024 06 16T155758.456 વડોદરામાં 78 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે

Vadodra News : સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓ માહિતીને આદારે વડોદરા ગ્રામ્યના હાલોલ વડોદરા હાઈવે સ્થિત જરોદ પાસેથી દારૂ ભરેલો ટ્રક કબજે કર્યો હતો. પોલીસે 78 લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને ટ્રક મળીને કુલ રૂ. 1,08,34,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

એસએમસીના અધિકારીઓ વડોદરા ગ્રામ્યના જરોડ ગામ પાસેના હોટેલ વે-વેઈટ પાસેના શ્રીનિવાસ પેટ્રોલ પંપના પાર્કિંગમાંથી દારૂ ભરેલો ટ્રક કબજે કર્યો હતો. ટ્રકમાંથી પોલીસે રૂ.78,09,600નો દારૂ , બે મોબાઈલ, રોકડ રકમ અને ટ્રક મળીને કુલ રૂ. 1,08,34,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 કેસમાં પોલીસે નેપાળસિંહ એમ.સીસોદિયા અને ભોપાલસિંહ બી.ચૌહાણની ધરપકડ કરી હતી. બન્ને આરોપી રાજસ્થાનના વતની છે. જ્યારે ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર