Delhi crime news/ લિવ ઈન પાર્ટનરની સગીર દીકરી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ કરાઈ

પોલીસે આ બનાવ સંદર્ભે આરોપી અંકિત યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે પોતાની લિવ ઈન પાર્ટનરની સગીર દિકરી પર બળાત્કાર ગુજારીને તેને ધમકી આપી હતી. આ ઘટનાને પગલે ફરી એક વાર લિવ ઈન જેવા સંબંધની વિશ્વસનિયતા પર સવાલ ઉભો કરી દીધો છે. આ બનાવને પગલે લોકોને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે લિવ ઈનમાં રહેવું…

Top Stories India
  • લિવ ઈન પાર્ટનરની સગીર દીકરી સાથે દુષ્કર્મ
  • સગીરા પર બળાત્કાર ગુજારીને ધમકી અપાઈ
  • પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

@નિકુંજ પટેલ

New Delhi News: દિલ્હીમાં બનેલી એક શરમજનક ઘટનામાં એક મહિલા સાથે લિવ ઈનમાં રહેતા શખ્સે મહિલાની 14 વર્ષની સગીર દીકરીને પોતાની હવસની શિકાર બનાવી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પોલીસે આ બનાવ સંદર્ભે આરોપી અંકિત યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે પોતાની લિવ ઈન પાર્ટનરની સગીર દિકરી પર બળાત્કાર ગુજારીને તેને ધમકી આપી હતી. આ ઘટનાને પગલે ફરી એક વાર લિવ ઈન જેવા સંબંધની વિશ્વસનિયતા પર સવાલ ઉભો કરી દીધો છે. આ બનાવને પગલે લોકોને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે લિવ ઈનમાં રહેવું કેટલું સલામત છે. દિલ્હીનાં બુરાડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ પોક્સો તથા આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપી અંકિત યાદલ ગાજીયાબાદના લોની વિસ્તારનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો છે. માહિતી અનુસાર અંકિત યાદવ જે મહિલા સાથે લિવ ઈનમાં રહેતો હતો, તે મહિલાને પહેલા લગ્નથી ત્રણ બાળકો છે. જોકે, મહિલાએ 8 વર્ષ પહેલા પતિનું ઘર છોડી દીધું હતું અને બાદમાં અંકિત સાથે લિવ ઈન પાર્ટનર બનીને રહેવા લાગી હતી.

સિનિયર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સગીરા સાથે બળાત્કારની આ ઘટના જુલાઈ 2023ની છે. જ્યારે મહિલા તેના બાળકોને છોડીને હોસ્પિટલ ગઈ હતી, તે સમયે અંકિતે મોકાનો ફાયદો ઉઠાવ્યો હતો. અંકિતે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખશે એવી ધમકી આપી હતી. જેને પગલે કિશોરી ખૂબ ગભરાઈ ગઈ હતી. થોડા દિવસ બાદ મહિલાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

બાદમાં પીડિતાનો મેડિકલ રિપોર્ટ કરાવાયો હતો અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બાદમાં બાળકીનું નિવેદન નોંધીને આરોપીને ઝડપી લેવાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કાશ્મીરમાં બરફની ચાદર ગાયબ થઈ, શા માટે ગુલમર્ગ બન્યું પ્રવાસીઓ વિનાનું

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ