Not Set/ #Lockdown4.0/ પંજાબ-મહારાષ્ટ્ર બાદ હવે તમિલનાડુએ લંબાવ્યું લોકડાઉન, ગુજરાત પણ આ શ્રેણીમાં…

પંજાબ અને મહારાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ભારતનાં રાજ્ય તામિલનાડુએ 31 મે સુધી કોરોના લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન કે.કે.પલાનીસ્વામીએ કહ્યું કે, તમિલનાડુમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે, જોકે કેટલીક છૂટ આપવામાં આવી છે. આ બાદ હવે તેવી સંભાવનાઓ છે ગુજરાતમાં પણ લોકડાઉનને લંબાવવામાં આવી શકે છે. તમિળનાડુમાં કોવિડ-19 નાં કેસ […]

India
17c6ea76e15eb80ee91bda01e4ff18fa 1 #Lockdown4.0/ પંજાબ-મહારાષ્ટ્ર બાદ હવે તમિલનાડુએ લંબાવ્યું લોકડાઉન, ગુજરાત પણ આ શ્રેણીમાં...

પંજાબ અને મહારાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ભારતનાં રાજ્ય તામિલનાડુએ 31 મે સુધી કોરોના લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન કે.કે.પલાનીસ્વામીએ કહ્યું કે, તમિલનાડુમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે, જોકે કેટલીક છૂટ આપવામાં આવી છે. આ બાદ હવે તેવી સંભાવનાઓ છે ગુજરાતમાં પણ લોકડાઉનને લંબાવવામાં આવી શકે છે.

તમિળનાડુમાં કોવિડ-19 નાં કેસ 10,000 થી વધારે છે જ્યારે આ રોગચાળાને કારણે 74 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્ય સરકારનાં નવા આદેશને પગલે શાળાઓ, કોલેજો, ધાર્મિક સ્થળો, સિનેમા, થિયેટર અને બાર બંધ રહેશે. જો કે, કોઈમ્બતુર, સાલેમ, ત્રિચી સહિત રાજ્યના 25 જિલ્લાઓમાં લોકડાઉન પ્રતિબંધ હળવા કરવામાં આવશે. અગાઉ પંજાબ અને ત્યારબાદ મહારાષ્ટ્રે લોકડાઉન 31 મે સુધી વધાર્યું હતું. રાજ્યનાં મુખ્ય સચિવ અજય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ જારી કર્યો હતો. આજે લોકડાઉન 3.0 નો અંતિમ દિવસ છે, ત્યારે કોઇ પણ સમયે ગુજરાત પણ લોકડાઉનને આગળ લંબાવવાનું જાહેર કરી શકે તેવુ સુત્રો જણાવી રહ્યા છે.

આ રીતે, પંજાબ, મહારાષ્ટ્ર અને તામિલનાડુએ ઔપચારિક રીતે લોકડાઉન-4 જાહેર કર્યું. મહારાષ્ટ્ર અને તમિલનાડુ એ બંને રાજ્યો છે જ્યાં અન્ય રાજ્યોની તુલનામાં કોરોના ચેપનાં કેસો ખૂબ વધી રહ્યા છે. વળી જો ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસનો આંકડો 11 હજારને પહોંચવા આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉનને 31 મે સુધી લંબાવવામા આવે તો નવાઇ નહી.

આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે પહેલેથી જ કહ્યું છે કે લોકડાઉનનો ચોથો તબક્કો દેશમાં પણ લાગુ કરવામાં આવશે, જેની ઔપચારિક જાહેરાત આજે કોઈપણ સમયે કરી શકાય છે. જેનુ કારણ છે કે આજે, 17 મે નાં રોજ, લોકડાઉન 3.0 પૂર્ણ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.