Not Set/ ઝારખંડ ચૂંટણી/ નક્સલી હુમલા વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 અંતર્ગત 13 બેઠકો પર પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ચતરા  જિલ્લામાં 11.5 ટકા, ગુમલા 7.85 ટકા, લોહરદાંગા 11.68 ટકા, લાતેહર 13.23 ટકા, પલામુ 10 ટકા અને ગઢવા 10.49 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં કુલ 37,83,055 મતદારો 189 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેશે. મતદાન દરમિયાન નક્સલવાદીઓએ ગુમલા જિલ્લાના બિષ્ણુપુર ખાતે […]

Top Stories India
ઝારખંડ ઝારખંડ ચૂંટણી/ નક્સલી હુમલા વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 અંતર્ગત 13 બેઠકો પર પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ચતરા  જિલ્લામાં 11.5 ટકા, ગુમલા 7.85 ટકા, લોહરદાંગા 11.68 ટકા, લાતેહર 13.23 ટકા, પલામુ 10 ટકા અને ગઢવા 10.49 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં કુલ 37,83,055 મતદારો 189 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેશે.

મતદાન દરમિયાન નક્સલવાદીઓએ ગુમલા જિલ્લાના બિષ્ણુપુર ખાતે પુલ ઉડાવી દીધો હતો. આ સમયગાળા દરમિયાન કોઈ ઈજાઓ નોંધાઈ નથી. ડેપ્યુટી કમિશનર શશી રંજનના જણાવ્યા મુજબ, ઘટનાથી મતદાનને અસર થઈ નથી.

મુખ્ય પ્રધાન રઘુવર દાસે જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તમારો એક મત રાજ્યના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપશે.

 મુખ્ય ચૂંટણી અધિકારી વિનયકુમાર ચૌબેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના 13 બેઠક માટે  મતદાન માટે  30 તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ તબક્કામાં 27-ચતરા  (એસસી), 68-ગુમલા (એસટી), 69-બિશુનપુર (એસટી), 72-લોહરદગા (એસટી), 73-મણિકા (એસટી), 74-લાથેહર (એસસી), 75-પંકી, 76 દલતેનગંજ,-77-વિશ્રામપુર,-78-છત્રપુર (એસસી),– હુસેનાબાદ, -80 ગઢવા અને -81-ભવનાથપુર બેઠકો માટે કુલ 189  ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 174 પુરુષ અને 15 મહિલા ઉમેદવાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.