Not Set/ એકવાર ફરી પડ્યો મોંઘવારીનો માર, હવે આટલો વધ્યો ગેસ સિલિન્ડરનો ભાવ

દેશમાં ગેસ સિલિન્ડરોનાં દરની સમીક્ષા દર મહિને કરવામાં આવે છે, ત્યારબાદ તેના દરોને ફરીથી નિયત કરવામાં આવે છે. કેટલીકવાર તેમાં ઘટાડો થાય છે, તો ક્યારેક તે સ્થિર પણ રહે છે. પરંતુ 1 જુલાઈથી ગેસનો દર વધારવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરનો દર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) દ્વારા નક્કી કરવામાં આવે છે. આ મહિનામાં, 14.2 કિલો ગેસનાં […]

India
31bfcd381af52d92d67302b9abec7a86 1 એકવાર ફરી પડ્યો મોંઘવારીનો માર, હવે આટલો વધ્યો ગેસ સિલિન્ડરનો ભાવ

દેશમાં ગેસ સિલિન્ડરોનાં દરની સમીક્ષા દર મહિને કરવામાં આવે છે, ત્યારબાદ તેના દરોને ફરીથી નિયત કરવામાં આવે છે. કેટલીકવાર તેમાં ઘટાડો થાય છે, તો ક્યારેક તે સ્થિર પણ રહે છે. પરંતુ 1 જુલાઈથી ગેસનો દર વધારવામાં આવ્યો છે.

ગેસ સિલિન્ડરનો દર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) દ્વારા નક્કી કરવામાં આવે છે. આ મહિનામાં, 14.2 કિલો ગેસનાં દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી મે મહિનામાં ગેસ સિલિન્ડરનાં દરમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, દેશનાં ચાર મહાનગરોમાં આ વધારા માટે નવા દરો શું છે. આ અગાઉ જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનાં ભાવમાં સિલિન્ડર દીઠ રૂ.11.50 નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે મે મહિનામાં તે 162.50 રૂપિયા સસ્તો રહ્યો હતો.

1 જુલાઈથી ગેસ સિલિન્ડર 1 રૂપિયો મોંઘું થઈ જશે. હમણાં સુધી, આ સિલિન્ડર દિલ્હીમાં 593 રૂપિયા મળતું હતું, જે હવે 594 રૂપિયામાં મળશે.

કોલકાતામાં ગેસ સિલિન્ડરોનાં દરમાં સૌથી વધુ વધારો થયો છે. અહીં ગેસ સિલિન્ડરનાં દરમાં ગેસ સિલિન્ડર દીઠ રૂ.4 નો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 616 રૂપિયાનું ગેસ સિલિન્ડર ઉપલબ્ધ હતું, જે હવે 620.50 રૂપિયામાં મળશે.

મુંબઈમાં ગેસ સિલિન્ડરનો નવો દર 3.5 રૂપિયા વધારીને નક્કી કરવામાં આવ્યો છે. હમણાં સુધી ગેસ સિલિન્ડરમાં 590.50 રૂપિયા મળતો હતો, જે હવે રૂ.594 માં મળશે.

ચેન્નઇમાં ગેસ સિલિન્ડરનો નવો દર 4 રૂપિયા વધીને નક્કી કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ગેસ સિલિન્ડર 606.50 રૂપિયામાં મળતું હતું, જે હવે 610.50 રૂપિયામાં મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.