Not Set/ ચૂંટણીપંચ પર SCની સખ્તાઇ, મોદી-શાહ વિરુદ્વની ફરિયાદોનો 6 મે સુધી નિવેડો લાવે

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે થયેલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને 6 મે સુધી દરેક ફરિયાદોનો નિકાલ લાવવાનો આદેશ કર્યો છે. ચૂંટણીપંચે પણ જવાબમાં કહ્યું હતું કે પંચે બે ફરિયાદો પણ નિર્ણય કરી લીધો છે. સોમવારે પાંચમાં તબક્કાનું મતદાન હોવાથી ચૂંટણીપંચે સમય મર્યાદા વધારવાની માંગ […]

Top Stories
Modi Shah ચૂંટણીપંચ પર SCની સખ્તાઇ, મોદી-શાહ વિરુદ્વની ફરિયાદોનો 6 મે સુધી નિવેડો લાવે

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે થયેલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને 6 મે સુધી દરેક ફરિયાદોનો નિકાલ લાવવાનો આદેશ કર્યો છે. ચૂંટણીપંચે પણ જવાબમાં કહ્યું હતું કે પંચે બે ફરિયાદો પણ નિર્ણય કરી લીધો છે. સોમવારે પાંચમાં તબક્કાનું મતદાન હોવાથી ચૂંટણીપંચે સમય મર્યાદા વધારવાની માંગ કરી હતી. ચૂંટણીપંચે 8 મે સુધીનો સમય માંગ્યો હતો પરંતુ સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવીને પંચને 6 મે સુધીનો જ સમય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ચૂંટણીપંચ મોદી અને શાહ સામે આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કોઇ કાર્યવાહી ના કરતી હોવાની ફરિયાદ દાખલ કરી હતી. સુષ્મિતા દેવે ચૂંટણીપંચના આ મૌનને અપ્રત્યક્ષ રીતે સમર્થન ગણાવ્યું હતું.

ચૂંટણીપંચે અગાઉ નરેન્દ્ર મોદીના લાતુરના ભાષણમાં કોઇ જ વાંધાજનક નિવેદન ના હોવાનું કહીને તેને ક્લિનચીટ આપી છે. પીએમએ પહેલીવાર વોટ કરનારથી પુલવામાના શહીદો અને બાલાકોટ એર સ્ટ્રાઇકના બહાદુર સૈનિકોના નામ પર વોટિંગ કરવાની અપીલ કરી હતી. વિપક્ષે કરેલી ફરિયાદ પછી ચૂંટણીપંચે તપાસના આધારે એ નિષ્કર્ષ પર આવી હતી કે 11 પેજના નિવેદનમાં આચારસંહિતાના માનકોનું ઉલ્લંઘન થતું નથી.