Not Set/ રાહુલ ગાંધીને SCનો ઝટકો, તેની ચોકીદાર ચોર હૈ ટિપ્પણી પર ફટકારી નોટિસ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાફેલ મામલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્વ કરેલી ચોકીદાર ચોર હે ટિપ્પણી માટે નોટિસ ફટકારી છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ આ અંગે કરેલી અરજી પર રાહુલ ગાંધી વિરુદ્વ નોટિસ જારી કરાઇ છે. કોર્ટે રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી પ્રત્યુત્તર આપવાનો નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 22 એપ્રિલના રોજ […]

Top Stories

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાફેલ મામલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્વ કરેલી ચોકીદાર ચોર હે ટિપ્પણી માટે નોટિસ ફટકારી છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ આ અંગે કરેલી અરજી પર રાહુલ ગાંધી વિરુદ્વ નોટિસ જારી કરાઇ છે. કોર્ટે રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી પ્રત્યુત્તર આપવાનો નિર્દેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે 22 એપ્રિલના રોજ સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની ખંડપીઠે કહ્યું કે કોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇને આવી કોઇ ટિપ્પણી કરી નથી, એનો મતલબ રાહુલ ગાંધીનું નિવેદન તથ્યવિહોણુ છે. રાહુલ ગાંધી દ્વારા ઉચ્ચતમ ન્યાયાલયની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાઇ છે.

સુપ્રીમે શું કહ્યું?

કોર્ટે નરેન્દ્ર મોદીને લઇન કોઇ ટિપ્પણી નથી કરી તેવું જણાવ્યું હતું. કોર્ટે રાફેલ મામલાને લઇને કેટલાક દસ્તાવેજની સ્વીકૃતિ કરી હતી. નોંધનીય છે કે ગત શુક્રવારે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી પર સુપ્રીમમાં અવમાનનાની અરજી કરી હતી. તેમણે રાહુલ ગાંધીએ રાફેલ મામલામાં પ્રધાનમંત્રી વિરુદ્વ કરેલી ટિપ્પણી ચોકીદાર ચોર હે પર અવમાનનાની અરજી દાખલ કરી હતી.