લોકસભાની ચૂંટણી 2019 માટે અન્ય બે તબકાનું મતદાન બાકી છે. આ પહેલાં દરેક પક્ષો પોતાની-પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ દરમિયાન સૂત્રોનું માનવામાં આવે તો વિપક્ષીની યોજના છે કે, આ મતદાન પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિને મળશે અને તેમને વાત માટે રાજી કરવની કોશિશ કરશે કે જો જો ખંડિત જનાદેશ મળે છે તો તેમને સૌથી મોટા પક્ષની સરકાર બનાવવા માટે આમંત્રણ ન કરે.
મળતા એક અહેવાલ અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરનારા 21 વિરોધ પક્ષો એક પત્ર પર સહી કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમનુ કહેવું છે કે પરિણામો આવે તે પછી, તે વૈકલ્પિક સરકાર માટે રાષ્ટ્રપતિને દળ સમર્થનની ચિઠ્ઠી આપવા માટે તૈયાર રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ અસામાન્ય પગલું એ કારણસર લેવામાં આવી રહ્યું છે, જેથી રાષ્ટ્રપતિએ ભાજપને સરકાર રચવાની તક ન આપવી, જેના કારણે પ્રાદેશિક પક્ષો અને ગઠબંધન વિભાજીત થાય છે. 543 બેઠકોમાં સરકાર રચવા માટે 274 બેઠકોની જરૂર છે.
વર્ષ 1998 માં, તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણને સરકાર બનાવવાનું આમંત્રણ આપતા પહેલા અટલ બિહારી વાજપેયીથી વિવિધ પક્ષોના સમર્થન પત્રની માંગ કરી હતી. તે સમયે, ભાજપ પાસે 182 બેઠકો હતી અને એનડીએ ગઠબંધન માં 254 બેઠકો હતી. તો ત્યારે કોંગ્રેસને 142 બેઠકો મળી. આવા સંજોગોમાં, વાજપેયીની આગેવાની હેઠળની સરકાર, 20 મહિના પછી 1 મતથી પડી હતી.
વર્ષ 2014 ની ચૂંટણીમાં ભાજપને 282 બેઠકો મળી હતી. ભાજપના નેતૃત્વમાં એનડીએને લોકસભામાં 336 બેઠકો મળી હતી. જણાવીએ કે લોકસભાની ચૂંટણી માટે છઠ્ઠા તબક્કામાં મતદાન 12 મી મે યોજશે અને સાતમાં તબક્કો 19 મેના દિવસે યોજવામાં આવશે. 23 મેના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે.
