Not Set/ અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, 7 થી 8 લોકો ઘાયલ

અમેરિકન રાજ્ય કોલોરાડોમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં ડેનવર શહેરમાં સ્કૂલની અંદર મંગળવારે થયેલી ગોળીબારમાં આશરે સાતથી આઠ લોકોને ઈજા થઇ છે. ડેનવર શહેરની 24 કિ.મી. દક્ષિણમાં હાઇલેન્ડ્સ રેંચ સમુદાયની શાળામાં ફાયરિંગ થઇ.ઘટના પર ડગલસ કાઉન્ટી શેરિફ કાર્યાલયનું કહેવું છે કે શૂટર્સને શોધવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ફાયરિંગ હજી પણ થઈ રહ્યું છે. STEM […]

Top Stories World

અમેરિકન રાજ્ય કોલોરાડોમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં ડેનવર શહેરમાં સ્કૂલની અંદર મંગળવારે થયેલી ગોળીબારમાં આશરે સાતથી આઠ લોકોને ઈજા થઇ છે. ડેનવર શહેરની 24 કિ.મી. દક્ષિણમાં હાઇલેન્ડ્સ રેંચ સમુદાયની શાળામાં ફાયરિંગ થઇ.ઘટના પર ડગલસ કાઉન્ટી શેરિફ કાર્યાલયનું કહેવું છે કે શૂટર્સને શોધવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ફાયરિંગ હજી પણ થઈ રહ્યું છે. STEM શાળામાં આ સમયે 1,850 થી વધુ વિદ્યાર્થીઓ હાજર છે.

સ્થાનિકો મુજબ આ ઘટના 1:50 વાગ્યાની આસપાસ થઇ છે.ડગલસ કાઉન્ટી શેરિફ અધિકારીઓ અનુસાર, ‘બે શંકાસ્પદોને કસ્ટડીમાં લેવાયા છે. ડગલસ કાઉન્ટીની અંડરશેરિફ હોલી નિકોલસન ક્લુથ દ્વારા એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘પોલીસ હજુ પણ સ્કૂલમાં શોધ કરી રહી છે, પરંતુ કોઈ અન્ય શંકાસ્પદ નથી.’ તેમણે કહ્યું કે શાળા પાસે 12 મા વર્ગના ઓરડામાં લગભગ 1,850 વિદ્યાર્થીઓ છે.

ડગલસ કાઉન્ટી શેરિફ ઓફ કાર્યાલયના ટ્વીટ્સ મુજબ, ગોળીબારની રિપોર્ટ બપોરે 1:53 વાગ્યે થઇ. નિકોલસન-ક્લુથે કહ્યું, ‘પોલીસ અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે શાળામાં પ્રવેશ કર્યો અને ઘણા સંઘર્ષ કર્યા પછી બે શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર સાથે ઘણી પોલીસની ગાડીઓ હજુ પણ હાજર છે.