અમરેલી/ લૂંટેરી દુલ્હન, પૈસા પડાવવા લગ્નનું નાટક કરીને યુવતી રફૂચક્કર, જાણો સમગ્ર ઘટના

અમરેલીમાંથી લૂંટેરી દુલ્હન પકડાઈ.અમરેલીમાં મોબાઈલથી સંપર્કમાં આવેલી યુવતી લગ્નની લાલચ આપીને યુવકનો સોનાનો ચેઈન પડાવી લઈને લૂંટ કરતી લુટેરી દુલ્હન સહિતના 4 મળતિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા.

Gujarat Others
લૂંટેરી દુલ્હન

અમરેલીમાંથી લૂંટેરી દુલ્હન પકડાઈ.અમરેલીમાં મોબાઈલથી સંપર્કમાં આવેલી યુવતી લગ્નની લાલચ આપીને યુવકનો સોનાનો ચેઈન પડાવી લઈને લૂંટ કરતી લુટેરી દુલ્હન સહિતના 4 મળતિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા.અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અનિડા ગામના યુવાનને નાણાં પડાવવા ફસાવીને સોનાની ચેન પણ પડાવી હતી.સોનાની ચેઇન પડાવીને અઢી લાખની માંગણી કરતી ગેંગનો પર્દાફાશ વડીયા પોલીસે કરીને ગણતરીની કલાકોમાં કર્યો હતો.

આધુનિક યુગમાં મોબાઈલના સદુપયોગ સાથે દુરુપયોગ વધતા ગયા છે ને મોબાઈલ થી સંપર્કમાં આવેલી યુવતી લગ્નની લાલચ આપીને યુવકનો સોનાનો ચેઈન પડાવી લઈને લૂંટ કરતી લૂંટેરી દુલ્હન સહિતના 4 મળતિયા સામે પોલીસ ફરિયાદ થતા પોલીસે લૂંટેરી દુલ્હનને પકડી પાડી હતી અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અનિડા ગામના યુવાનને નાણાં પડાવવા ફસાવ્યો ને સોનાનો ચેન પણ પડાવ્યો હતો લગ્નની લાલચ આપીને મળવા બોલાવીને યુવકને સોનાની ચેઇન પડાવી ને અઢી લાખની માંગણી કરતી ગેંગનો પર્દાફાશ વડીયા પોલીસે કરીને ગણતરીની કલાકોમાં ચાર યુવક સાથે લૂટરી દુલ્હનને જડપી પાડી હતી.

મોઢે બુકાની બાંધીને આ વડીયા પોલીસ મથકમાં ઊભેલી છે લૂંટેરી દુલ્હન… નાના શહેરોમાં પણ બંટી બબલી ની જોડીઓએ જાળ બિછાવવાનુ શરુ કર્યું હોય તેમ અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા ના અનિડા ગામના ખેડૂત પુત્ર રોહિત રમેશભાઈ પરવાડીયા સોશ્યલ મીડિયા ના માધ્યમ થી ગોંડલની નિધિ નામની યુવતીના સંપર્ક માં આવતા તેણે 7990960060 નંબર પરથી ફોન કરી  લગ્ન બાબતે વાતચીત કરવા અને મળવા તેને ગોંડલની ગુંદાળા ચોકડી રૂબરૂ મળવા બોલાવેલ ત્યારે આ યુવાન લગ્ન ની લાલચે ગોંડલ પ્રાઇવેટ સ્વીફ્ટ કાર મારફતે પહોંચતા લૂટેરી દુલ્હને આપેલા સરનામાં સ્થળ પર યુવતી હાજર હોય તેથી તે યુવક ની કારમાં બેસતા થોડે આગળ કાર ચલાવતા તેના ગોઠવાયેલ નેટવર્ક મુજબ બે શખ્સો દ્વારા કાર રોકવી મારી બહેનને ક્યાં લઈ જા છો ? શું કામ લઈ જા છો ? આવડો મોટો ચેઇન પહેરો છે તો તૂ દાદો છે ? તેવુ કહી ધમકાવવા લાગેલ અને કહેવા લાગેલ કે તૂ મારી બેનને ઉપાડવા આવ્યો છે તારી ગાડી અને ચેઇન આપી દે અને અહીંથી ચાલ્યો જા તે સમયે એક ત્રીજો બાપુ નામનો શખ્સ આવેલ તે પણ એવુ કહેવા લાગેલ કે આ મેટર અહિ જ પતાવી દે અને વહીવટ કરી સમાધાન કરી લે.

તે સમયે ચોથો શખ્સ ધવલ રતિભાઈ ઠક્કર નામનો યુવાન જે  ભોગબનનાર યુવાન ના ગામનો તે ત્યા આવતા તેને વચ્ચે રહી સોનાનો ચેઇન મૂકી ને અઢી લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતુ અને કોઈ ને જણ કરીશ તો સારાવટ નહિ રહે તેવી ધાક ધમકી આપી ને યુવાને આ નિધિ નામની હનીએ અન્ય ચાર શખ્સો ની મદદ થી ફસાવી ને ભોગ બનનાર નો 1,27,000/-નો પડાવી પાડી ને ધાક ધમકી આપી ને છેતરપિંડી કરી નિધિ નામની હની એ ફસાવ્યા ની ફરિયાદ વડિયા પોલીસ મથક માં નોંધાવતા આઈપીસી કલમ 384,120બી,114 મુજબ ગુનો નોંધી પીએસઆઈ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા તુરંત એક્શન માં આવી લૂંટેરી દુલ્હન નિધિ અને તેની સાથે સંકળાયેલા લોકોને ગણતરીની કલાકોમાં માં જ પકડી ને તેને નામદાર કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજુર કરતા હવે રિમાન્ડમાં વધુ કેટલા લોકોનો શિકાર કર્યો તે પણ ખુલી શકે છે.

હાલ આવી લૂંટેરી દુલ્હનો મહાનગરો માંથી હાલ નાના શહેરો માં પણ સામે આવતી જોવા મળી રહી છે ત્યારે તેનું મૂળ દેશમાં સ્ત્રી પુરુષ નુ પ્રમાણ અસામતોલ થતા સામાજિક લગ્ન વ્યવસ્થા પર ખુબ મોટી અસર સર્જાઈ છે. તેના કારણે લગ્ન સબંધ માટે આજે અનેક યુવાનો આવી લાલચ માં આવી ફસાતા જોવા મળે છે ત્યારે આવી લેભાગુ લુંટેરી દુલ્હન અને તેની સાથે સંકળાયેલી ટોળકી ને કાયદાનું ભાન વડીયા પોલીસે કરાવ્યું હતું.

આ પણ વાંચો:નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતિ સમારોહમાં સામેલ થયા PM મોદી, અનેક વિકાસ પ્રોજેક્ટોનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો:ભારતીય નૌકાદળમાં સામેલ થયું ડિસ્ટ્રોયર વોરશિપ મોરમુગાવ, રક્ષામંત્રી રાજનાથ સિંહ રહ્યા હાજર

આ પણ વાંચો: AIIMS સાયબર હુમલાનું ચીન સાથે ક્નેક્શન! દિલ્હી પોલીસ એક્શનમાં, ઈન્ટરપોલની મદદથી કોયડો ઉકેલાશે