Not Set/ ભગવાન જગન્નાથની રથયાત્રા વહેલી પૂર્ણ થતા કર્ફ્યુનાં સમયમાં ફેરફાર

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળવાની છે. કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી આ રથયાત્રા આજે નીકળશે.

Mantavya Exclusive

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળી છે. કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી આ રથયાત્રા આજે નીકળી છે. આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં રથયાત્રાનાં પવિત્ર દિવસની ભક્તો આખુ વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે અષાઢી બીજનાં દિવસે ભકતોને દર્શન આપવા જગતનો નાથ સ્વયં આવતો હોય છે.

  • રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન
  • કર્ફયૂ સવારે 7 થી બપોરે 2 સુધી લગાડાયો હતો
  • સવારે 11.30 વાગ્યાથી કર્ફયૂ મુક્તિ અપાઇ
  • અગાઉ 2.00 વાગ્યા સુધી હતો કર્ફયૂ
  • નીજમંદિરે રથયાત્રા વહેલી પહોંચતા સમય ટૂંકાવાયો
  • રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થતાં સૌનો આભાર

અમદાવાદમાં 144 મી જગન્નાથજીની રથયાત્રા હવે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ છે. ત્યારે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રામાં કર્ફ્યુ મુદ્દેે નિવેદન આપતા કહ્યુ કે, જે કર્ફ્યુનો સમય રથયાત્રા શરૂ થઇ તે પહેલા સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી હતો, જેમા ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સવારે 11.30 વાગ્યાથી કર્ફયૂ માંથી મુક્તિ આપવામાં આવશે. નીજમંદિર રથયાત્રા વહેલી પહોંચતા સમય ટૂંકાવાયો છે. આ સિવાય તેમણે રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થતા સૌનો આભાર માન્યો છે.

  • અમદાવાદમાં 144મી જગન્નાથજીની રથયાત્રા સંપન્ન
  • અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન
  • ભગવાનનાં ત્રણેય રથ નીજમંદિરે પહોંચ્યા
  • ચાર કલાક કરતાં ઓછા સમયમાં રથયાત્રા પુરી
  • પોલીસ અને તંત્રનું માઇક્રો મેનેજમેન્ટ સફળ
  • રથયાત્રા મંદિરે પહોંચતા તંત્રએ લીધો રાહતનો દમ
  • કોરોનાકાળમાં કર્ફયૂ સાથે નીકળી હતી રથયાત્રા

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ આજે ફળદાયી નિવળી છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં 144 મી જગન્નાથજીની રથયાત્રા આખરે સંપન્ન થઇ ગઇ છે. અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થઇ છે. ભગવનનાં ત્રણેય રથ નીજ મંદિરે પહોંચ્યા છે. ચાર કલાક કરતા પણ ઓછા સમયમાં રથયાત્રા પુર્ણ થઇ છે. પોલીસ અને તંત્રનું માઇક્રો મેનેજમેન્ટ પૂરી રીતે સફળ રહ્યુ છે. આખરે રથયાત્રા મંદિરમાં પહોંચતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

  • ગોળલીમડા કોર્પોરેશન પહોંચી રથયાત્રા
  • લોખંડી બંદોબસ્ત વચ્ચે નીકળી નાથની રથયાત્રા
  • સમગ્ર રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત
  • રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહનો કાફલો મંદિર પહોંચ્યો
  • ખમાસા થઇ નિજ મંદિર તરફ રથયાત્રા કરશે પ્રયાણ

અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારમાંથી નીકળી રહેલી રથયાત્રા હવે ગોળલીમડા કોર્પોરેશન પહોંચી છે. લોખંડી બંદોબસ્ત વચ્ચે રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો કાફલો મંદિર પહોંચ્યો છે. રથયાત્રા ખમાસાથી નિજ મંદિર તરફ પ્રયાણ કરશે.

  • કાલુપુર રૂટ પર પરત પહોંચી રથયાત્રા
  • સરસપુર મોસાળમાં માધવનું ભવ્ય સ્વાગત
  • મોસાળમાં ભાણેજનું મામેરું ભરાયું
  • માત્ર 10 મિનિટ જ સરસપુરમાં કર્યુ રોકાણ
  • સરસપુર બાદ નિર્ધારિત રૂટ પર આગળ વધી રથયાત્રા
  • ખુબ ઝડપથી આગળ વધી રહી છે રથયાત્રા
  • પોલીસનાં અભેદ્ય સુરક્ષા કવચ વચ્ચે રથયાત્રા

આજે કોરોના પ્રોટોકોલનું અનુસરણ કરી રથયાત્રાને નીકાળવામાં આવી. રથયાત્રા કાલુપુર રૂટ પર પહોંચી છે. સરસપુર મોસાળમાં માધવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મોસાળમાં ભાણેજનું મામેરું ભરાયું છે. જણાવી દઇએ કે, માત્ર 10 મિનિટ માટે જ સરસપુરમાં રોકાણ કરાયુ હતુ. સરસપુર બાદ નિર્ધારિત રૂટ પર રથયાત્રા આગળ વધી છે.

  • અમદાવાદમાં 144મી જગન્નાથજીની રથયાત્રા
  • સરસપુરથી રથયાત્રા નિજ મંદિર પરત જવા રવાના
  • ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ પહોચ્યા ઘીકાંટા
  • થોડીવારમાં ઘીકાંટા જંકશન પહોંચશે રથયાત્રા
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા
  • માઇક્રો મેનેજમેન્ટથી રથયાત્રા પ્લાનિંગને સફળતા

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા સરસપુરથી નિજ મંદિર પરત જવા રવાના થઇ ગઇ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઘીકાંટા પહોંચ્યા છે. થોડીવારમાં રથયાત્રા ઘીકાંટા જંક્શન પહોંચશે. ચુસ્ત પોલીસ બંદેબસ્ત વચ્ચે આ રથયાત્રા આગળ વધી રહી છે.

  • CM રૂપાણીએ રથયાત્રા મુદ્દે કર્યુ ટ્વિટ
  • ટ્વિટ કરીને રથયાત્રાની પાઠવી શુભેચ્છા
  • પહિંદવિધિ કરી રથયાત્રાની કરાવી હતી શરૂઆત

અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાનાં પાવન અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વીટ કર્યુ અને લખ્યુ કે, અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે. જય જગન્નાથ!

  • PM મોદીએ રથયાત્રા નિમિત્તે કર્યુ ટ્વિટ
  • ટ્વિટ કરીને રથયાત્રાની પાઠવી શુભેચ્છા
  • દેશવાસીઓને રથયાત્રાની શુભકામના પાઠવી

રથયાત્રાનાં વિશેષ પ્રસંગે સૌને શુભેચ્છાઓ. અમે ભગવાન જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદોથી દરેકનાં જીવનમાં સારું આરોગ્ય અને સમૃદ્ધિ આવે. જય જગન્નાથ!

  • રાયપુર ચકલામાં રથયાત્રા સમયે અમીછાંટણા
  • ઝડપથી ખાડિયા થઇ રૂટ પર આગળ વધી રથયાત્રા
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રથયાત્રા
  • કોવિડ ગાઇડલાઇન-કર્ફયૂ વચ્ચે નાથની નગરચર્યા

તાજેતરમાં રાયપુર ચકલામાં રથયાત્રા સમયે અમીછાંટણા થયા છે. કહેવાય છે કે, રથયાત્રાનાં સમયે વરસાદ જરૂર પડે જ છે. આ વર્ષે પણ મેઘરાજાએ પધરામણા કર્યા છે. જો કે હાલમાં અમીછાંટણા થઇ રહ્યા છે. કોરોનાનાં કારણે રથયાત્રા ઝડપથી ખાડિયા રૂટથી આગળ વધી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રથયાત્રા આગળ નીકળી રહી છે. અહી સૌથી સારી વાત એ છે કે, લોકોએ રથયાત્રા દરમ્યાન કર્ફ્યુનો પૂરુ પાલન કર્યુ છે. સામાન્ય નાગરિકો સ્વંય સમજીને બહાર નીકળ્યા નથી. અને તમામ લોકો ઘરે બેઠા ભગવાન જગન્નાથજીનાં દર્શન કરી રહ્યા છે.

  • ખાડિયાથી પસાર થઇ કાલુપુર પહોંચ્યા રથ
  • કાલુપુર સર્કલ પહોંચી રથયાત્રા
  • રાજ્ય ગૃહમંત્રી,પો.કમિશ્નર કાલુપુરમાં હાજર
  • એક વર્ષનાં વિરામ બાદ નગરચર્યાએ નીકળ્યાં નાથ

એક વર્ષનાં વિરામ બાદ નગરચર્ચાએ નીકળેલી રથયાત્રા ખૂબ જ ઝડપથી ખાડિયાથી પસાર થઇને કાલુપુર પહોંચી છે. જ્યા રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કમિશ્નર હાજર છે. રથયાત્રા દરમ્યાન રસ્તે આવતી પોળોનો રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો. કોઇ આ દરમ્યાન બહાર ન નીકળે તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

  • અમદાવાદમાં 144મી જગન્નાથજીની રથયાત્રા
  • મુખ્યમંત્રી રૂપાણીએ કરી પહિંદવિધિ
  • મુખ્યમંત્રીએ ભગવાનનાં રથનું કરાવ્યું પ્રસ્થાન
  • મુખ્યમંત્રી રૂપાણી સાથે તેમનાં ધર્મપત્ની હાજર
  • Dy.CM,પ્રદિપસિંહ સહિત અગ્રણીઓ હાજર
  • જગન્નાથજી મંદિરમાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા
  • કોવિડ ગાઇડલાઇન-કર્ફયૂ સાથે નીકળશે રથયાત્રા
  • મંતવ્ય ન્યૂઝ પર રથયાત્રાનું મહાકવરેજ

અમદાવાદની 144 મી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે મુખ્યમંત્રી રૂપાણીએ પહિદવિધિ કરાવી. ત્યારબાદા CM  રૂપાણીએ રથનું પ્રસ્થાન કરાવ્યું છે. આ શુત્ર પ્રસંગે CM નાં ધર્મપત્નીએ પણ હાજરી આપી છે. રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અગ્રણીઓએ હાજરી આપી છે. જગન્નાથજી મંદિરમાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામા આવી છે.

અવકાશ યાત્રા / અંતરિક્ષ યાત્રા પર ગયેલા રિચાર્ડ બ્રાન્સન પૃથ્વી પર પરત ફર્યા, ભારતીય મૂળના શિરીષા બંદલા પણ તેમની સાથે હતા

ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળશે, જે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો તથા ગજરાજનાં આશીર્વાદ પણ લીધા હતા. ઉપરાંત રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ મંગળા આરતીમાં હાજરી આપી હતી. જણાવી દઇએ કે, અમદાવાદમાં 144 મી જગન્નાથની રથયાત્રા થોડી ક્ષણોમાં નીકળશે. ત્યારે આ પહેલા ત્રણેય ભગવાનની પ્રતિમા (જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજી) ને રથમાં મુકવામાં આવેલ છે. જણાવી દઇએ કે, આ રથયાત્રામાં સામાન્ય નાગરિકોની પૂરી રીતે ગેરહાજરી રહેશે. તાજેતરમાં ચાલી રહેલા કોરોનાકાળને ધ્યાનમાં રાખી જે વિસ્તારમાંથી રથ નીકળશે તે વિસ્તાર સંપૂર્ણ કર્ફ્યુમાં ફેરવી દેવામાં આવ્યો છે.

અમિત શાહ દ્વારા ગજરાજનું કરાયું પૂજન

  • ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા
  • જગન્નાથજીને રથમાં કરાયા બિરાજમાન
  • ઢોલ-નગારાના નાદ સાથે રથમાં બિરાજમાન
  • લાલ રંગના બાંધણીના વસ્ત્રોમાં ભગવાન સજ્જ
  • તાલધ્વજ રથમાં બલભદ્રથી બિરાજમાન
  • કપિધ્વજ રથમાં સુભદ્રાજી બિરાજમાન
  • નંદીઘોષ રથમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંદિરમાં ઉપસ્થિત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રામાં ભક્તો હાજરી આપી શકશે નહી. આ કપરા સમયે કહી શકાય કે જ્યારે ભગવાનનાં દર્શન કરવા ભક્તો મંદિરમાં જતા હતા  ત્યારે તેમના દ્વાર બંધ હતા અને ભક્તો દર્શનથી વંચિત રહી જતા હતા, આાજે ભગવાન પોતે દર્શન આપવા નીકળશે પણ ભક્તો બહાર નીકળી નહી શકે. જણાવી દઇએ કે, અમદાવાદમાં જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાયા છે. અહી ઢોલ-નગારાનાં નાદ સાથે તેમને બિરાજમાન કરાયા છે. ભગવાન જગન્નાથજી લાલ રંગનાં બાંધણીનાં વસ્ત્રોમાં સજ્જ દેખાઇ રહ્યા છે. દરમ્યાન રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનન પટેલ મંદિરનાં પ્રાગણમાં ઉપસ્થિત છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

ગુજરાત /  લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

  • 144 મી રથયાત્રાની તૈયારીઓ સજ્જ
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાઈ મંગળા આરતી
  • અમદાવાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાનું નિવેદન
  • પ્રોટોકોલ મુજબ જ યોજાશે રથયાત્રા
  • સમગ્ર રૂટની સમીક્ષા થઇ ચુકી છે
  • રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ રહેશે
  • અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી ભક્તો વિના
  • સૌપ્રથમ વખત અષાઢી બીજે મંગળા આરતીમાં ભક્તો હાજર નહીં
  • નગરજનોને અપીલ કે ચેનલના માધ્યમથી દર્શન કરો
  • ગત વર્ષે નગરની પરિક્રમાનો લ્હાવો નહતો મળ્યો
  • આ વર્ષે ગાઇડલાઇન મુજબ દર્શન કરો

રથયાત્રાની તૈયારીઓ હવે સજ્જ થઇ ગઇ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ પવિત્ર અવસર પર મંગળા આરતી કરી હતી.

આ દરમ્યાન રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા નિવેદન આપતા કહ્યુ કે, ‘અમદાવાદમાં પ્રોટોકોલ મુજબ જ રથયાત્રા યોજાશે. સમગ્ર રૂટની સમીક્ષા થઇ ચુકી છે. રથયાત્રા જે વિસ્તારમાંથી નીકળશે ત્યા કર્ફ્યુ રહેશે. આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી ભક્તો વિના થઇ છે. સૌપ્રથમ વખત અષાઢી બીજે મંગળા આરતીમાં ભક્તો હાજર નથી. વળી તેમણે વધુમાં કહ્યુ કે, નગરજનોને અપીલ કે ચેનલનાં માધ્યમથી તેઓ દર્શન કરે. ગત વર્ષે પણ નગરની પરિક્રમાનો લ્હાવો નહતો મળ્યો, ત્યારે હવે આ વર્ષે ગાઇડલાઇન મુજબ દર્શન કરો.’

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

પવિત્ર રથયાત્રામાં જે ત્રણ રથ નીકળશે શું છે તેનુ નામ?

આ પવિત્ર રથયાત્રામાં જે ત્રણ રથ નીકળશે તેને અલગ-અલગ નામ આપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથની સાથે તેમના બહેન અને ભાઈને પણ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, બહેન સુભદ્રાજીને પદ્મધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને અંતમાં ભાઇ બલરામને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે.

રથયાત્રાનાં માર્ગે પોલીસનો બંદોબસ્ત

ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રાનાં પાવન અવસર પર ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી લોકોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યુ કે, અષાઢી બીજ અને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનાં પાવન અવસર પર તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ. મહાપ્રભુ શ્રી જગન્નાથજીનાં આશીર્વાદથી તમામનું જીવન સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યથી પરિપૂર્ણ બનેલુ રહે અને રથયાત્રા સંપૂર્ણ સૃષ્ટિ માટે ખુશીનું કારણ બને. જય જગન્નાથ!

ભગવાન જગન્નાથની રથયાત્રાનાં શુભ અવસરે દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યુ છે, જેમા તેમણે કહ્યુ કે, ‘ભગવાન જગન્નાથની રથયાત્રાનાં શુભ અવસર પર તમામ દેશવાસીઓ વિશેષ રૂપે ઓડિશામાં તમામ શ્રદ્ધાળુઓને મારી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. હુ કામના કરુ છુ કે પ્રભુ જગન્નાથનાં આશીર્વાદથી તમામ દેશવાસીઓનું જીવન સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યથી પરિપૂર્ણ રહે.’

જાણો રથયાત્રાનો સમગ્ર રૂટ

  • જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન 7 AM
  • મ્યુનિસિપલ કોર્પોરેશન 7:35 AM
  • રાયપુર ચકલા 7:50 AM
  • ખાડિયા ચાર રસ્તા 8 AM
  • કાલુપુર સર્કલ 8:20 AM
  • સરસપુર 8:40 AM
  • રથયાત્રા વિરામ 8:40 AM થી 8:50 AM
  • સરસપુરથી પ્રસ્થાન 8:50 AM
  • કાલુપુર સર્કલ 9:15 AM
  • પ્રેમ દરવાજા 9:30 AM
  • દિલ્હી ચક્લા 9:50 AM
  • શાહપુર દરવાજા 10:10 AM
  • આર.સી.હાઈસ્કૂલ 10:35 AM
  • પિતળીયા બંબા 10:55 A
  • પાનકોર નાકા 11:10 AM
  • માણેક ચોક 11:30 AM
  • જગન્નાથ મંદિર પરત 12 PM

અમદાવાદમાં રથયાત્રાની સલામતી માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાનાં રૂટમાં આવતા કારંજ, શાહપુર,માધવપુરા, ગાયકવાડ હવેલી, શહેરકોટડા, કાલુપુર, ખાડીયા અને દરિયાપુર એવા 8 પોલીસ સ્ટેશનમાં મીની કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. ઉપરાંત રથયાત્રાનુ લાઈવ મોનિટરીંગ કરવા માટે રૂટ પર સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. રથયાત્રા દરમ્યાન કોઇ પણ પ્રકારનું ન્યુસન્સ ન જોવા મળે તે માટે પોલીસ ચારે દિશામાં દેખાઇ રહી છે.