યુવક-યુવતીનો આપઘાત/ નડિયાદ પાસેના આંખડોલ નજીક કેનાલમાં ડૂબીને પ્રેમી પંખીડાએ કર્યું આપઘાત

નડિયાદ તાલુકાના આખડોલ-રણછોડપુરા સીમમાંથી પસાર થતી એક કેનાલના પાણીમાંથી પ્રેમીપંખીડાનો મૃતદેહ મળી આવ્યો હતો. નડિયાદ રૂરલ પોલીસને જાણ થતાં તે દોડી જઈ લાશો બહાર કાઢી હતી. મરનારે એકમેકના હાથમાં દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવ્યું હોય પ્રથમ નજરે જ પ્રેમપ્રકરણ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ […]

Gujarat
death 5 નડિયાદ પાસેના આંખડોલ નજીક કેનાલમાં ડૂબીને પ્રેમી પંખીડાએ કર્યું આપઘાત

નડિયાદ તાલુકાના આખડોલ-રણછોડપુરા સીમમાંથી પસાર થતી એક કેનાલના પાણીમાંથી પ્રેમીપંખીડાનો મૃતદેહ મળી આવ્યો હતો. નડિયાદ રૂરલ પોલીસને જાણ થતાં તે દોડી જઈ લાશો બહાર કાઢી હતી. મરનારે એકમેકના હાથમાં દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવ્યું હોય પ્રથમ નજરે જ પ્રેમપ્રકરણ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ગતરોજ સમી સાંજે નડિયાદ તાલુકાના આખડોલ-રણછોડપુરા સીમમાંથી પસાર થતી કેનાલના પાણીમાં યુવક અને કિશોરીના મૃતદેહ તણાઈ આવેલ જોવા મળ્યા હતા. આ વાતની જાણ સ્થાનિકોને થતાં અહીંયા ગરનાળા પાસે ટોળેટોળાં જોવા ઉમટ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ આ ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરી હતી. જેથી પોલીસે બનાવસ્થળે આવી સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી આ બંનેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

જે બાદ પોલીસે મૃતકોના વાલીવારસોને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન મરનાર યુવાન નિતીન લ-ણભાઈ ભોઈ (ઉં.વ.૨૧ રહે. મંજીપુરા) અને બિલોદરા ગામની ૧૬ વર્ષીય ગૌરીબેન રમેશભાઈ સોઢા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને લોકોએ એકમેકને હાથમાં દુપટ્ટો બાંધી કેનાલના પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. સમાજ એક નહીં થવા દે અને એકબીજા વગર રહેવાશે નહીં તેમ માનીને પ્રેમીપંખીડાએ આપઘાત કર્યો હોવાનું અનુમાન પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે તપાસ કરનાર પીએસઆઈ પ્રજાપતિને પૂછતા તેમણે જણાવ્યુ હતું. કે આ બંને જણાં બે દિવસ પહેલાં ઘરેથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે તેમના માવતર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ આપવા આવ્યા હતા. જો કે બાદમાં તેમની લાશ કેનાલમાંથી મળી છે. આ બંનેના માવતરને બોલાવી લાશોની ઓળખ કર્યા બાદ પીએમની વિધિ પૂરી કરી પરિવારને સોંપી દીધી હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે બંને અપરિણિત છે અને એકબીજાના પરિચયમાં આવી જતા પ્રેમમાં ગળાડૂબ બની ગયા હતા. સમાજ તેમની પ્રેમગાડીને લગ્નમંડપ સુધી નહીં જવા દે તેવા ડરથી આ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.