Not Set/ LRD આંદોલન/ વિધાનસભાનો ઘેરાવ કરવા જતાં 50થી વધુ ઉમેદવારોની અટકાયત

ગાંધીનગર ખાતે અનલોક 1.0માં ફરી આંદોલન શરૂ થયા છે. છેલ્લા બે મહિના થી વધુ સમયથી કોરોના ના કહેરને લઈને જે આંદોલન શાંત થયા હતા તે ફરી એકવાર  શરૂ થઇ ચૂક્યા છે. ગાંધીનગર ખાતે  LRD પુરુષ ઉમેદવારો ભરતી પ્રક્રિયાને લઈને આજે સોમવારે વિધાન્સ્ભાનો ધેરાવ કરવા જતાં 100 જેટલા એલઆરડી ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. […]

Uncategorized

ગાંધીનગર ખાતે અનલોક 1.0માં ફરી આંદોલન શરૂ થયા છે. છેલ્લા બે મહિના થી વધુ સમયથી કોરોના ના કહેરને લઈને જે આંદોલન શાંત થયા હતા તે ફરી એકવાર  શરૂ થઇ ચૂક્યા છે. ગાંધીનગર ખાતે  LRD પુરુષ ઉમેદવારો ભરતી પ્રક્રિયાને લઈને આજે સોમવારે વિધાન્સ્ભાનો ધેરાવ કરવા જતાં 100 જેટલા એલઆરડી ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. રાજયભરમાંથી આજે એલ આરડી ના પુરુષ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોચ્યા હતા. અને તેમની માંગણી હતી કે મહિલા ઉમેદવારોની જેમ પુરુષ ઉમેદવારોની ભરતીમાં પણ જગ્યાનો વધારો કરવામાં આવે. અને તેમની સાથે એલઆરડી ભરતીમાં જે અન્યાય થયો છે. તે ભરતીની જગ્યા વધારી ન્યાય કરવા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

આજે સોમવારે ગાંધીનગર ખાતે ગુજરાતભરમથી એલઆરડી ઉમેદવારો વિધાનસભા ઘેરવ કરવા માટે પહોચ્યા હતા. જેને લઈને સચિવાયલયની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ ઉમેદવારો CM રૂપાણીને રજુઆત કરવા જવાના હતા. અને CM ને નહીં મળવા દેવાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. LRD ઉમેદવારો વિધાનસભાનો ઘેરવ કરે તે પહેલા ન્યાયની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ઘેરાવની મંજૂરી અપાતા 50થી વધુની અટકાયત કરવામાં આવી હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.