Not Set/ M S Dhoni એ વડા પ્રધાન મોદીનાં પત્રનાં જવાબમાં કહ્યુ- Thanks PM

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટની સાંજે અચાનક સોશિયલ મીડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જે બાદ સૌ કોઇ તેના આ નિર્ણયથી હેરાન થઇ ગયા હતા. ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અત્યાર સુધી તમારા પ્રેમ અને ટેકા બદલ આભાર. સાંજનાં 07:29 થી મને નિવૃત્ત સમજવો. નિવૃત્તિ બાદ ધોનીને દેશ-વિદેશથી […]

Uncategorized
01d33b38bb39dd58fa8e65a27d4e718d M S Dhoni એ વડા પ્રધાન મોદીનાં પત્રનાં જવાબમાં કહ્યુ- Thanks PM
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટની સાંજે અચાનક સોશિયલ મીડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જે બાદ સૌ કોઇ તેના આ નિર્ણયથી હેરાન થઇ ગયા હતા. ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અત્યાર સુધી તમારા પ્રેમ અને ટેકા બદલ આભાર. સાંજનાં 07:29 થી મને નિવૃત્ત સમજવો.

નિવૃત્તિ બાદ ધોનીને દેશ-વિદેશથી અભિનંદન મળ્યા હતા. ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધોનીને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા હતા. આ પત્રનાં જવાબમાં ધોનીએ પીએમ મોદીનો આભાર માન્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ ટ્વિટ કર્યું હતું કે, એક કલાકાર, સૈનિક અને રમતવીરને પ્રશંસાની ભૂખ હોય છે. તેઓ ઇચ્છે છે કે દરેક વ્યક્તિ તેની મહેનત અને બલિદાનને ઓળખે અને પ્રશંસા કરે. પ્રશંસા અને શુભેચ્છાઓ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ધોનીને લખેલા પત્રમાં લખ્યું છે કે, તમારામાં નવા ભારતની આત્મા પ્રતિબિંબિત થાય છે, જ્યાં યુવાનોનું ભાગ્ય તેમના કુટુંબનું નામ નક્કી કરતું નથી, પરંતુ તેઓ પોતાનું સ્થાન અને નામ પોતે જ પ્રાપ્ત કરે છે. PM મોદીએ ધોનીને લખ્યું કે, ‘15 ઓગસ્ટે તમે તમારી સાદી શૈલીમાં એક ટૂંકો વીડિયો શેર કર્યો, જે દેશભરમાં એક લાંબી અને જુનૂની ચર્ચા માટે પૂરતી હતી. 130 કરોડ ભારતીયો નિરાશ છે, પરંતુ સાથે જ તમે છેલ્લા દોઢ દાયકામાં ભારત માટે જે કર્યું તે બદલ આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.