OMG!/ એક ભૂલ કરી અને મળી ગયા 37 લાખ રૂપિયા! જાણો આ ચોંકાવનારા કિસ્સા વિશે

તમે સાંભળ્યુ તો હશે કે નસીબ જાગે તો લોકો રાતો-રાત રંકમાથી રાજા બની જાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાંં પ્રકાશમાં આવ્યો છે જ્યા એક મહિલાને તેનુ ભાગ્ય સાથ આપવા લાગ્યુ અને અચાનક તે લખપતિ બની ગઇ હતી. 

Ajab Gajab News
મહિલાને ભૂલ ફળી

તમે સાંભળ્યુ તો હશે કે નસીબ જાગે તો લોકો રાતો-રાત રંકમાથી રાજા બની જાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાંં પ્રકાશમાં આવ્યો છે જ્યા એક મહિલાને તેનુ ભાગ્ય સાથ આપવા લાગ્યુ અને અચાનક તે લખપતિ બની ગઇ હતી.

લોટરી

આ પણ વાંચો – આસ્થા / ભગવાન વિષ્ણુની આ પ્રતિમા બનાવતા લાગ્યા પૂરા 24 વર્ષ, જાણીને નવાઈ લાગશે ક્યાં સ્થિત છે

આપને જણાવી દઇએ કે, નસીબ બદલાતા વધુ સમય લાગતો નથી. આવું જ કંઈક અમેરિકાની એક મહિલા સાથે થયું. જેણે લોટરી વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે ભૂલથી ખોટું બટન દબાવી દીધું હતું. પછી શું હતું, આ એક ભૂલે તેનું ભાગ્ય જ બદલી નાખ્યું. તે મહિલાને 50,000 ડોલર એટલે કે લગભગ 37 લાખ રૂપિયાનું લોટરી ઇનામ મળ્યું. જણાવી દઇએ કે, ઈનામ જીતનાર મેરીલેન્ડની 43 વર્ષીય મહિલા કહે છે કે, તેણીએ આકસ્મિક રીતે લોટરી વેન્ડિંગ મશીનનું બટન દબાવ્યું હતુ જેની કિંમત $50,000 હતી. ‘ગ્લોબલ ટાઈમ્સ’માં છપાયેલા સમાચાર અનુસાર, મહિલાએ મેરીલેન્ડ લોટરી અધિકારીઓને જણાવ્યું કે, તે હેગર્સટાઉનમાં હાફવે લિકર્સમાં લોટરી વેન્ડિંગ મશીનની સામે ઊભી હતી. પછી તેણે ભૂલથી મશીનનું એક બટન દબાવ્યું. જેના પરિણામે $20ની સ્ક્રેચ-ઓફ ગેમને બદલે $5ની ડીલક્સ ક્રોસવર્ડ ટિકિટ બહાર આવી ગઇ. આ જોઈને, મહિલા નાખુશ થઈ ગઈ કારણ કે તેને સામાન્ય રીતે ક્રોસવર્ડ ગેમ્સ પસંદ નહોતી. પરંતુ તેણીએ અનિચ્છાએ તે લીધું અને ઘરે ગઈ. પરંતુ તેણે ઘરે ટિકિટ સ્કેન કરીને મેરીલેન્ડ લોટરી સ્માર્ટફોન એપથી સ્કેન કરી તો તેના હોશ જ ઉડી ગયા. મહિલાને સંદેશ મળ્યો – “અભિનંદન, $50,000 વિજેતા.”

મહિલાને ભૂલ ફળી

આ પણ વાંચો – Rolls Royce / Rolls-Royce લાવી રહ્યું છે પ્રથમ ઇલેક્ટ્રિક કાર Specter EV, લક્ઝરી રહેશે યથાવત, જુઓ ક્યારે લોન્ચ થશે

જેનો અર્થ એ છે કે, મહિલાએ ભૂલથી જે ટિકિટ લઈ લીધી હતી, તેને 37 લાખ રૂપિયાથી વધુની લોટરી લાગી હતી. મહિલાએ કહ્યું કે, હું માની શકતી નથી કે આ હકીકતમાં થયું છે. ઘરે ટિકિટ ચેક કર્યા પછી, તે લોટરી ઓફિસમાં ગઇ અને તેને ફરીથી સ્કેન કર્યુ. જ્યારે ખબર પડી કે તેને ઈનામ મળ્યું છે, ત્યારે તેના શ્વાસમાં શ્વાસ આવી ગયો. આને કહેવાય નસીબ.