Not Set/ અમેઠીમાં કોંગ્રેસની આબરૂનું ચીરહરણ, સ્મૃતીનાં ચહેરા પર સ્મીત, રાહુલનું મોઢુ રડમસ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની જ્યાંથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે તે અમેઠી બેઠક મહાજંગ – 2019માં દેશની બીજી સૌથી હાઈ પ્રોફાઈલ લોકસભા બેઠક છે. રાહુલે અમેઠી ઉપરાંત વાયનાડથી ચૂંટણીમાં ઝુકાવતા રાજકીય તજજ્ઞો આ વાતને અનેક રીતે મુલવી રહ્યા છે. ત્યારે રાહુલનાં આ નિર્ણય સમયથી જ સ્મૃતિ ઇરાની કહેતી આવ્યા છે કે રાહુલ […]

Top Stories India
amethi candidate અમેઠીમાં કોંગ્રેસની આબરૂનું ચીરહરણ, સ્મૃતીનાં ચહેરા પર સ્મીત, રાહુલનું મોઢુ રડમસ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની જ્યાંથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે તે અમેઠી બેઠક મહાજંગ – 2019માં દેશની બીજી સૌથી હાઈ પ્રોફાઈલ લોકસભા બેઠક છે. રાહુલે અમેઠી ઉપરાંત વાયનાડથી ચૂંટણીમાં ઝુકાવતા રાજકીય તજજ્ઞો આ વાતને અનેક રીતે મુલવી રહ્યા છે. ત્યારે રાહુલનાં આ નિર્ણય સમયથી જ સ્મૃતિ ઇરાની કહેતી આવ્યા છે કે રાહુલ હારથી ડરી ગયા અને માટે જ અહીથી ભાગ્યા છે. સ્મૃતિનો દાવો હાલતો સાચો પડતો જણાય છે અને રાહુુલ ગાંધી અમેઠીમાં 7600 મતોથી પાછળ છે. એકદમ કસોકસની જણાતી આ લાડાઇમાં આ તબક્કે એ કેહવુુ બીલકુલ ગેરવ્યાજબી નહી લાગે કે રાહુલની અને કોંગ્રેસની આબરુ દાવ પર છે અને હાલ ચીરહરણની સ્થિતિમાં જોવા મળી રહી છે.

Smriti Vs Rahul gnadhi story અમેઠીમાં કોંગ્રેસની આબરૂનું ચીરહરણ, સ્મૃતીનાં ચહેરા પર સ્મીત, રાહુલનું મોઢુ રડમસ

આવો છે અમેઠી બેઠકનો રાજકીય ઇતિહાસ

1967માં નવા સીમાંકન બાદ અમેઠી બેઠક સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવી હતી. કોંગ્રેસનાં વિદ્યાધર વાજપેયી પહેલી વાર અમેઠીથી સાંસદ બન્યા. 15 વખત યોજાયેલી ચૂંટણીમાંથી 13 વખત કોંગ્રેસ આ બેઠક પર જીતી છે, તો 1977માં જનતા પાર્ટી અને 1998માં ભાજપે આ બેઠક પર જીતી મેળવી હતી. 1980થી અમેઠી બેઠક પરથી ગાંધી પરિવારનાં ઈંદિરા ગાંધીનાં પુત્ર સંજય ગાંધી સાંસદ બન્યા. 1980માં સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મોત, 1981માં પેટાચૂંટણી યોજાઇ હતી, જેમાં ઈંદિરા ગાંધીનાં મોટા પુત્ર રાજીવ ગાંધીએ જીત મેળવી પ્રથમ વખત સાંસદ બન્યા હતા. 1984માં ઈંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી ફરી અમેઠી જીત્યા. આ ચૂંટણીમાં રાજીવ ગાંધી સામે સ્વ. સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધી અપક્ષ લડ્યા હતા અને 3 લાખ મતે હાર્યા હતા. રાજીવ ગાંધી 1989, 1991માં પણ અમેઠીથી જીત્યા હતા. 1991માં પરિણામો આવતા પહેલા રાજીવ ગાંધીની હત્યા કરાઈ અને પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં કેપ્ટન સતીષ શર્મા ચૂંટણી જીત્યા. 1996માં ફરી કોંગ્રેસનાં કેપ્ટન સતીષ શર્મા જીત્યા, તો 1998માં ભાજપનાં સંજય સિંહ સામે સતીષ શર્માની હાર થઇ હતી. 1999માં સોનિયા ગાંધીએ અમેઠીને પોતાની કર્મભૂમિ બનાવી અને સોનિયા ગાંધીએ ભાજપનાં સંજય સિંહને હરાવ્યા હતા. 2004માં સોનિયા ગાંધીએ પુત્ર રાહુલ માટે બેઠક છોડી દીધી અને રાહુલ ગાંધી 2004, 2009 અને 2014માં અમેઠી સાંસદ છે. 2014માં રાહુલ ગાંધીએ ભાજપનાં સ્મૃતિ ઇરાનીને 1.07 લાખ મતે હરાવ્યા હતા. 2014માં જોકે રાહુલની લીડ ઘટી, 2009માં 3.70 લાખ મતની લીડ હતી. 2014માં આમ આદમી પાર્ટીએ અમેઠીથી પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા હતા જે ખરાબ રીતે હાર્યા હતા. આપને જણાવી દઇએ કે કોંગ્રેસની આ પરંપરાગત બેઠક પર 2014માં મોદી લહેર પણ કામ કરી શકી નહોતી.

વારાણસી લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ.

rahul smriti અમેઠીમાં કોંગ્રેસની આબરૂનું ચીરહરણ, સ્મૃતીનાં ચહેરા પર સ્મીત, રાહુલનું મોઢુ રડમસ

અમેઠી લોકસભા બેઠકનો પરિચય આપવામાં આવે, તો અમેઠી બેઠક હંમેશાથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તો સાથે સાથે આ બેઠક કોંગ્રેસની વારસાગત બેઠકોમાંની એક પણ ગણાવામાં આવે છે. અમેઠી બેઠકમાં સામાવિષ્ટ વિધાનસભાઓમાં પાંચ વિધાનસભા બેઠકો આવે છે. પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપે અમેઠી સાંસદીયક્ષેત્રમાં આવતી તમામ પાંચ વિધાનસભા બેઠક પર જીત મેળવી કોંગ્રેસનાં સુપડા સાફ કરી દિધા હતા. અમેઠી બેઠક પર કુલ મતદાર 18.87 લાખ છે. જેમાં પુરુષ 10.78 લાખ, મહિલાઓ – 8.08 લાખ અને થર્ડ જેન્ડરનાં 56 મતદારોનો સમાવેશ થાય છે. તો અમેઠી બેઠકનું જ્ઞાતિગત ગણિત જોવામાં આવે તે અહીં 4 લાખ મુસ્લિમ મતદારો અને 3.50 લાખ દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં જોવા મળે છે. સાથે સાથે યાદવ, રાજપૂત અને બ્રાહ્મણ મતદારોનો ફાળો પણ નોંધપાત્ર સંખ્યામાં ગણવામાં આવે છે.