Not Set/ #Maharashtra/ પરપ્રાંતિય મજૂરોને રસ્તે નડી રહ્યા છે યમરાજ, આજે ફરી 4 લોકોનાં રોડ અકસ્માતમાં મોત

લોકડાઉન વચ્ચે કોરોના સ્થળાંતર મજૂરો સાથે શ્રેણીબદ્ધ અકસ્માતો બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. મહારાષ્ટ્રનાં યવતમાલમાં મંગળવારે સવારે એક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં ચાર પરપ્રાંતિય મજૂર મૃત્યુ પામ્યા હતા અને 15 ઘાયલ થયા હતા. આ પરપ્રાંતિય મજૂરો બસમાં સવાર હતા અને તેમને લઈ જતી બસ સોલાપુરથી ઝારખંડ જઇ રહી હતી. એવું […]

India
3bde5f84b3b2a2262b70f3a389abb981 1 #Maharashtra/ પરપ્રાંતિય મજૂરોને રસ્તે નડી રહ્યા છે યમરાજ, આજે ફરી 4 લોકોનાં રોડ અકસ્માતમાં મોત

લોકડાઉન વચ્ચે કોરોના સ્થળાંતર મજૂરો સાથે શ્રેણીબદ્ધ અકસ્માતો બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. મહારાષ્ટ્રનાં યવતમાલમાં મંગળવારે સવારે એક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં ચાર પરપ્રાંતિય મજૂર મૃત્યુ પામ્યા હતા અને 15 ઘાયલ થયા હતા. આ પરપ્રાંતિય મજૂરો બસમાં સવાર હતા અને તેમને લઈ જતી બસ સોલાપુરથી ઝારખંડ જઇ રહી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ પહેલા મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં રેલ્વે ટ્રેક ઉપર એક અકસ્માત થયો હતો જેમાં માલગાડી 16 મજૂરનાં ઉપરથી પસાર થઇ ગઇ હતી. તે તમામ મજૂરો રેલ્વે ટ્રેકની મદદથી પોતાના ઘરે પાછા આવી રહ્યા હતા અને ટ્રેક પર આરામ કરવાનું વિચાર્યુ હતુ, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.