Not Set/ વર્ષ પછી પણ હતા ત્યાંને ત્યાંજ, કોરોના દર્દીઓના મામલે મહારાષ્ટ્ર હજુ પણ નંબર વન, બેદરકારીથી વધી બીમારી

આજથી એક વર્ષ પહેલા જ્યારે જનતા કર્ફયું જાહેર કરાયુ ત્યારે દેશમાં માત્ર ૩૬૦ કેસો હતા. તેમાંથી ૩૧૯ ભારતીય અને ૪૧ વિદેશી લોકો હતા

India
5edcaae1e0e3b વર્ષ પછી પણ હતા ત્યાંને ત્યાંજ, કોરોના દર્દીઓના મામલે મહારાષ્ટ્ર હજુ પણ નંબર વન, બેદરકારીથી વધી બીમારી

@ચિરાગ પંચાલ, મંતવ્ય ન્યૂઝ

કોરોનાકાળને એક વર્ષ થઇ ગયુ છે. પણ લાગે છે કે આપણે હજું ત્યાંના ત્યાંજ છીએ.,આજથી એક વર્ષ પહેલા જ્યારે જનતા કર્ફયું જાહેર કરાયુ ત્યારે દેશમાં માત્ર ૩૬૦ કેસો હતા. તેમાંથી ૩૧૯ ભારતીય અને ૪૧ વિદેશી લોકો હતા.,તે વખતે મહારાષ્ટ્ર દેશમાં સૌથી ટોપ પર હતું જે આજે પણ એમને એમ છે.,ખાસ કરીને વેક્સિન આવ્યા પછી લોકોમાં વધેલી બેદરકારીએ દેશમાં ફરીથી કોરોનાને તાકાતવર બનાવ્યો છે.,

કોરોનાના કેસ ૨૦૨૧માં પણ ૨૦૨૦ની જેમ જ આગળ વધી રહ્યા છે.મહારાષ્ટ્રથી લઇને પંજાબ અને કર્ણાટકમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે. તમામ લોકો પરેશાન છે કે આખરે કોરોના વાયરસની વેક્સિન આવ્યા પછી પણ..શા માટે ભારતમાં કોરોના વાયરસની વૃદ્ધિ થઇ રહી છે. શા માટે કોરોના ફરી જૂના રંગમાં જોવા મળી રહ્યો છે. અને દિનપ્રતિદિન વધારે તાકાતવર થતો જઇ રહયો છે.પણ અહી આ સવાલનો જવાબ પણ સૌ કોઇ જાણે જ છે. કે વેક્સિન આવ્યા પછી જાણે કે લોકો કોરોના વાયરસ સામેની જંગમાં ઢીલા પડી ગયા છે. લોકોને એવો ભ્રમ છે કે વેક્સિન આવી ગઇ એટલે કોરોના તેમનું કંઇ નહી બગાડે. સરકારે પણ માન્યુ છે કે.,લોકોની લાપરવાહીએ કોરોનાને વધારે તાકાત આપી છે. તે ઉપરાંત કોરોના વાયરસે જે પ્રમાણે માથુ ઉંચક્યુ છે. તેની પાછળ પણ અનેક કારણો છે.

DEEPAVALIFESTIVAL વર્ષ પછી પણ હતા ત્યાંને ત્યાંજ, કોરોના દર્દીઓના મામલે મહારાષ્ટ્ર હજુ પણ નંબર વન, બેદરકારીથી વધી બીમારી

એક તો લોકો હવે કોરોનાની ગાઇડલાઇનનું પાલન નથી કરી રહ્યા. વેક્સિન આવ્યા પહેલાં જે રીતે લોકો માસ્કનો ઉપયોગ કરતાં હતા. હાથને સેનેટાઇઝ કર્યા કરતા હતા.,અને સોશ્યલ ડિસ્ટન્સ મેન્ટેઇન રાખતા હતા. હવે લોકોમાં એવી જરાય ગંભીરતા જોવા મળતી નથી. વેક્સિન આવ્યા પછી લોકોએ કોરોનાને ફોર ગ્રાન્ટેડ લઇ લીધો છે. અને તેના લીધે લોકો ફરથી પહેલાંની જેમ સંક્રમિત થવા લાગ્યા છે..

તે ઉપરાંત લાંબા સમય સુધી રહેલા પ્રતિબંધો પછી દેશ જ્યારે અનલોક થયો તો. લગ્ન સમારોહ અને બીજા સમારંભોનું જાણે કે પુર આવી ગયું.લગ્ન અને સમારોહ જાણે કે મહામારીના પહેલાંની જેમ થવા લાગ્યા. ભીડભાડવાળા સ્થળોએ જે સાવધાનીઓ રાખવાની હતી તેને અનદેખી કરવામાં આવી. અને લોકો પહેલાંની જેમ ફરી ફંક્શનમાં સામેલ થવા લાગ્યા.અને એજ કારણ છે કે,કોરોના ફરી તાકાતવાળો થવા લાગ્યો.કારણ કે આપણી ભૂલો જ તેનો અસલી ખોરાક છે..,

940213 935462 916874 corona વર્ષ પછી પણ હતા ત્યાંને ત્યાંજ, કોરોના દર્દીઓના મામલે મહારાષ્ટ્ર હજુ પણ નંબર વન, બેદરકારીથી વધી બીમારી

પણ લોકોએ એ સમજવાની જરૂર છે કે.,એવા કેટલાય કિસ્સાઓ આવ્યા છે.જેમાં વેક્સીન લાગ્યા પછી પણ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. જે રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. તે ડરાવનારી છે..કારણ કે દેશમાં રસીકરણની રફતાર પણ ઝડપી છે. લોકોને વેક્સિન પણ અપાઇ રહી છે…,અને તેમ છતાં કેસો વધી રહયા છે. તેનો મતલબ એવો છે કે.,એમ માનીને ચાલવું પડશે કે, આપણી ચારે તરફ કોરોના છે અને તેનાથી જીંદગી બચાવવાની છે.

જ્યાં સુધી દેશમાં રસીકરણ અભિયાન પુરૂ ન થાય. ત્યાં સુધી આપણે કોરનાની સામે લડતા રહેવું પડશે.

હવે જરા એક નજર તે વખતની પરિસ્થતિ પર કરીએ જે દિવસે જનતા કર્ફયું જાહેર કરાયુ હતું. આંકડાઓમાં જોઇએ તો વિશ્વ સ્વાસ્થય સંગઠન પ્રમાણે.૨૨ માર્ચ ૨૦૨૦ સુધીમાં ભારતમાં કોરોના વાયરસના ૩૬૦ કેસો હતો.આ દિવસ સુધીમાં ભારતમાં કોરોના વાયરસથી સાત લોકોના મોત થયા હતા.પોઝીટીવ આવેલા લોકોમાં ૩૧૯ ભારતીયો અને ૪૧ વિદેશી નાગરિકો હતા.

૨૨ માર્ચ ૨૦૨૦ દેશમાં કોરોના

સંક્રમિતોઃ ૩૬૦

મોતઃ ૦૭

હવે આ દિવસ સુધી રાજ્યોની સ્થિતી પર નજર કરીએ તો..,

તે સમયે પણ મહારાષ્ટ્ર સૌથી ઉપર હતું..,

૨૨ માર્ચ ૨૦૨૦ રાજ્યમાં કોરોના

મહારાષ્ટ્ર           ૬૭

કેરલ                 પ૨

દિલ્હી                ૨૯

ઉત્તરપ્રદેશ        ૨૭

કર્ણાટક             ૨૬

રાજસ્થાન         ૨૪

તેલંઘાણા          ૨૨

હરિયાણા          ૨૧

ગુજરાત           ૧૮

લદ્દાખ              ૧૩

આંધ્રપ્રદેશ        ૦પ

મધ્યપ્રદેશ        ૦૪

તમિલનાડુ       ૦૭

હવે ૨૨ માર્ચ સુધી કોરોનાથી થયેલા મોતના આંકડા જોઇએ તો..,

૨૨ માર્ચ ૨૦૨૦ કોરોનાથી મોત

મહારાષ્ટ્ર          ૦૨

દિલ્હી               ૦૧

ગુજરાત           ૦૧

કર્ણાટક             ૦૧

પંજાબ              ૦૧

bloombergquint 2020 12 4b9b05bd a46f 49f5 b466 f2bdad78cef5 366412149 વર્ષ પછી પણ હતા ત્યાંને ત્યાંજ, કોરોના દર્દીઓના મામલે મહારાષ્ટ્ર હજુ પણ નંબર વન, બેદરકારીથી વધી બીમારી

આજ દિવસે જો દુનિયાની વાત કરીએતો. દુનિયામાં કોરોનાના માત્ર બેલાખ ૬૬ કેસો હતા. જેના લીધે ૧૧ હજાર ૧૮૪ લોકોના મોત થયા હતા. હવે એક વર્ષ પહેલાંની આ સ્થિતી વચ્ચે ૨૦૨૧ની વાત કરીએ તો. દેશભરમાં ચાર કરોડ લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. તેમ છતાં ભારતમાં કોરોનાના દૈનિક ૪૬ હજારથી વધારે કેસો સામે આવી રહ્યા છે. અને ૨૧૨થી વધારે લોકોના કોરોનાથી મોત થયા છે. ૧૬ જાન્યુઆરીએ દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઇ હતી. ૨૦ માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશમાં પચાસ હજારથી વધારે સ્વાસથય કર્મીઓને વેક્સિન અપાઇ છે. જ્યારે ભારતના સાડા ચાર કરોડથી વધારે લોકોને વેક્સિન મળી છે.