દેશમાં દૈનિક કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારની સરખામણીએ આજે એટલે કે મંગળવારે કોરોનાનાં કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રનાં ઉર્જા મંત્રી નીતિન રાઉતે એક મોટું નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચો – વિરોધ પ્રદર્શન / અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નાં નારા
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોનાનાં વધતા જતા કેસો સરકારને ટેન્શન આપી રહ્યા છે. આ વચ્ચે હવે રાજ્ય સરકારમાં, ઉર્જા મંત્રી નીતિન રાઉતે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, નાગપુરમાં જે રીતે કોરોનાનાં કેસ બમણી ઝડપે સામે આવી રહ્યા છે, તે સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. ઉર્જા મંત્રીનું આ નિવેદન પણ મહત્વનું માનવામાં આવે છે કારણ કે તેમણે કોવિડની સમીક્ષા બેઠકમાં હાજરી આપ્યા બાદ આ નિવેદન આપ્યું છે. તેમણે ફરીથી પ્રતિબંધો લાદવાની વાત પણ કરી હતી. મીડિયા સાથે વાત કરતા નીતિન રાઉતે કહ્યું કે, ‘કોરોના સંબંધિત અમારી સમીક્ષા બેઠક સમાપ્ત થઈ ગઈ છે, તે સમીક્ષા બેઠકમાં કોરોના પોઝિટિવ અંગે અમારી સમક્ષ જે આંકડા આવ્યા હતા, તે લાંબા સમય બાદ આજે બમણા આંકડા પર આવ્યા છે. આનો અર્થ એ છે કે કોરોનાની ત્રીજી લહેર અહીં આવી ગઇ છે. તેનો સામનો કરવા માટે, અમારા વહીવટીતંત્રએ તે દ્રષ્ટિકોણથી સચેત રહેવું જોઈએ, ટૂંક સમયમાં અહીં આપત્તિ વ્યવસ્થાપનની બેઠક યોજાશે. બેઠકમાં પ્રતિબંધોને લગતા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, તે સંદર્ભમાં અમે જનતાનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા પછી અંતિમ નિર્ણય લઈશું, પરંતુ અમને કડક પ્રતિબંધો લાદવાની ફરજ પડશે અને તે થશે, આ હું તમને કહી રહ્યો છું.
आज हम बहुत दिनों बाद दोगुने पॉजिटिव मामलों पर आ गए हैं। हमारे यहां तीसरी वेव का आगमन हो गया है। जल्द ही आपदा प्रबंधन की बैठक होगी। कुछ निर्बंध लगाने का फैसला हुआ है लेकिन इसके संबंध में जनता के प्रतिनिधियों के साथ चर्चा करके अंतिम फैसला लेंगे: नीतिन राउत, महाराष्ट्र के मंत्री pic.twitter.com/Ef98bBBG8N
— ANI_HindiNews (@AHindinews) September 6, 2021
આ પણ વાંચો – Political / લો બોલો!! કુખ્યાત ગુનેગાર અતીક અહમદ અને તેમના પત્ની AIMIM માં જોડાયા
નીતિન રાઉતે ભવિષ્યમાં લાદવામાં આવી શકે તેવા અન્ય પ્રતિબંધોની રૂપરેખા પણ આપી હતી. તેમણે કહ્યું કે, હાલમાં 78 સેમ્પલો જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે, જે રેસ્ટોરન્ટ્સ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા હતા, તે હવે 8 વાગ્યા સુધી ખુલ્લી અને જે દુકાનો 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી તેને હવે માત્ર 4 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય શનિવાર-રવિવારે બજાર બંધ રાખવું પડશે. જો કે, આ નિયમોનો હજુ સુધી અમલ થયો નથી. પરંતુ આ ટૂંક સમયમાં અમલમાં આવી શકે છે.
