Not Set/ મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા – કોહલાપુરમાં પૂરનાં પાણીથી હાહાકાર

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ,ઓરિસ્સા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મધ્યપ્રદેશમાં ભોપાલ, સિહોર સહિત 29 જિલ્લામાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અત્યારે ભારે વરસાદ અને પૂરને કારણે બત્તર સ્થિતિ સર્જાઇ છે. અત્યાર સુધી માહારાષ્ટ્રમાં  2.5 લાખ અને કર્ણાટકમાં 26 હજાર લોકોનું રેસ્ક્યુ […]

Top Stories India
pjimage 4 મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા - કોહલાપુરમાં પૂરનાં પાણીથી હાહાકાર

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ,ઓરિસ્સા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મધ્યપ્રદેશમાં ભોપાલ, સિહોર સહિત 29 જિલ્લામાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અત્યારે ભારે વરસાદ અને પૂરને કારણે બત્તર સ્થિતિ સર્જાઇ છે. અત્યાર સુધી માહારાષ્ટ્રમાં  2.5 લાખ અને કર્ણાટકમાં 26 હજાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બંને રાજ્યોમાં રાહત કાર્ય માટે 1 હજારથી વધુ આર્મી જવાનો તહેનાત છે. તો NDRF અને SDRF સહિત લોકલ બચાવ અને રાહતની વિવિધ ટીમો લોકોની વહારે પહોંચી ગઇ છે.

mh7 મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા - કોહલાપુરમાં પૂરનાં પાણીથી હાહાકાર

આપને જણાવી દઇએ કે માત્ર પશ્ચિમી મહારાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસમાં પૂર પ્રકોપથી 16 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા અને કોલાહપુર જીલ્લામા ભારે વરસાદને કરાણે લોકમાતાઓ સમગ્ર વિસ્તારમાં ફરી વળી છે અને જ્યાં જોવો ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવામા આવી રહી છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સમગ્ર વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને પૂર પ્રકોપને લઇને પદોશી રાજ્ય કર્ણાટકની મદદ પણ માગવામા આવી છે.

mh6 1 મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા - કોહલાપુરમાં પૂરનાં પાણીથી હાહાકાર

સામે કર્ણાટક અને આંઘ્રપ્રદેશની ઘણી નદીઓ જોખમી નિશાન ઉપર વહી રહી છે. કર્ણાટકમાં પણ ભારે વરસાદે કહેર વહેર્યો છે. અને મહારાષ્ટ્રની જેમ ત્યાં પણ બચાવ અને રાહત કર્યા યુદ્વનાં ધોરણે ચાલી રહ્યું છે.

mh5 મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા - કોહલાપુરમાં પૂરનાં પાણીથી હાહાકાર

મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે, કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા સાથે મહારાષ્ટ્રમાં નદીઓના જળસ્તર વિશે ખાસ ચર્ચા કરી હતી અને વિનંતી કરવામા આવી હતી કે કર્ણાટકનાં અલમતી ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં  આવે, જે મામલે  મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા સંમત થયા હતા. આનાથી મહારાષ્ટ્રના સાંગલીમાં પાણીના સ્તરને નીચે લાવવામાં મદદ મળશે.

mh4 મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા - કોહલાપુરમાં પૂરનાં પાણીથી હાહાકાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.