Not Set/ મહાશિવરાત્રિ-2020/ 21 ફેબ્રુઆરીએ ઉજવાશે, શનિ, ગુરૂ અને શુક્રનો દુર્લભ યોગ

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. આમ હિંદુ ધર્મમાં શિવરાત્રીનું અનોખું મહત્વ છે. સૂર્ય કુંભ રાશિ અને ચંદ્ર મકર રાશિમાં હોય છે, ત્યારે મહા મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે. 21 […]

Uncategorized
krishna 4 મહાશિવરાત્રિ-2020/ 21 ફેબ્રુઆરીએ ઉજવાશે, શનિ, ગુરૂ અને શુક્રનો દુર્લભ યોગ

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. આમ હિંદુ ધર્મમાં શિવરાત્રીનું અનોખું મહત્વ છે.

Image result for shivratri

સૂર્ય કુંભ રાશિ અને ચંદ્ર મકર રાશિમાં હોય છે, ત્યારે મહા મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ સાંજે 5.36 વાગ્યા સુધી બારસ તિથિ રહેશે, ત્યાર બાદ તેરસ તિથિ શરૂ થઇ જશે. આ વર્ષે શિવરાત્રિ 117 વર્ષ બાદ શનિ, ગુરૂ અને શુક્રનો દુર્લભ યોગ બની રહ્યો છે.

Image result for shivratri

આ વર્ષે શિવરાત્રિ ઉપર શનિ પોતાની જ રાશિ મકરમાં અને શુક્ર ગ્રહ તેની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે. જે એક દુર્લભ યોગ છે. જ્યારે આ બંને મોટા ગ્રહ શિવરાત્રિના દિવસે આ સ્થિતિમાં રહેશે. 2020 પહેલાં 25 ફેબ્રુઆરી 1903એ ઠીક આવો જ યોગ બન્યો હતો. આ વર્ષે ગુરૂ પણ પોતાની સ્વરાશિ ધનમાં સ્થિત છે. આ યોગમાં શિવપૂજા કરવાથી શનિ, ગુરૂ, શુક્રના દોષમાંથી પણ મુક્તિ મળી શકે છે. 21 ફેબ્રુઆરીએ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. પૂજા માટે અને નવા કાર્યોની શરૂઆત કરવા માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Image result for shivratri

આ વર્ષે શનિએ 24 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. શિવરાત્રિએ શનિ સાથે ચંદ્ર પણ રહેશે. શનિ-ચંદ્રની યુતિના કારણે વિષ યોગ બની રહ્યો છે. આ વર્ષ પહેલાં લગભગ 28 વર્ષ પહેલાં 2 માર્ચ 1992ના રોજ શિવરાત્રિએ વિષ યોગ બન્યો હતો. આ યોગમાં શનિ અને ચંદ્ર માટે વિશેષ પૂજા કરવી જોઇએ. શિવરાત્રિએ આ યોગ બનવાથી આ દિવસે શિવપૂજાનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. કુંડળીમાં શનિ અને ચંદ્રના દોષ દૂર કરવા માટે શિવપૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.

Image result for shivratri

21 ફેબ્રુઆરીએ બુધ અને સૂર્ય કુંભ રાશિમાં એકસાથે રહેશે. આ કારણે બુધ-આદિત્ય યોગ બનશે. આ સિવાય આ દિવસે બધા ગ્રહ રાહુ-કેતુના મધ્ય રહેશે. જેથી સર્પ યોગ પણ બની રહ્યો છે. શિવરાત્રિએ રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં રહેશે. અન્ય ગ્રહ રાહુ-કેતુની વચ્ચે રહેશે. સૂર્ય અને બુધ કુંભ રાશિમાં, શનિ અને ચંદ્ર મકર રાશિમાં, મંગળ અને ગુરૂ ધન રાશિમાં, શુક્ર મીન રાશિમાં રહેશે. બધા જ ગ્રહ રાહુ-કેતુની વચ્ચે હોવાથી સર્પ યોગ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.