ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ફેન્સમાં તે હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે. હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે શુક્રવારે સવારે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. એમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ દેખાડી રહ્યા છે.
આ પણ વાંચો :આંતરરાષ્ટ્રીય અવકાશ મથક 45 મિનિટ સુધી નાસાના નિયંત્રણ બહાર
ક્રિકેટ કરિયર દરમિયાન પણ મહેન્દ્ર સિંહ ધોનીની નવી-નવી હેરસ્ટાઈલ હંમેશાં ચર્ચામાં રહી છે. પછી ભલે એ કરિયરની શરૂઆતના દિવસોમાં લાંબા ભૂરા વાળ હોય અથવા વર્લ્ડકપની જીત પછી અચાનક મુંડન કરાવી લેવાની વાત હોય. ધોનીએ હંમેશાં તેના લૂક માટે તેના ફેન્સને ચોંકાવ્યા જ છે.

હવે મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, એ પછી પણ તે નવા નવા લૂક્સમાં જોવા મળે છે. નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાન ઉપર પણ દેખાશે. યુએઈમાં આઈપીએલના બીજા હિસ્સા માટે એમએસ ધોની ટૂંક સમયમાં જ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પ સાથે જોડાવાનો છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર એવું તો શું થયું કે પોલીસ દોડતી થઈ ગઈ
નોંધનીય છે કે આલિમ હકીમની ગણતરી દેશના પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ તરીકે થાય છે. બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ પ્લેયર્સ મોટે ભાગે આલિમ હકીમ પાસે જ તેમનો નવો લૂક મેળવતા હોય છે.
