Bhavnagar News/ ભાવનગરમાં ડોળીયા ગામે વાલીઓએ પ્રાથમિક શાળા પર તાળા લગાવ્યા, આચાર્ય-શિક્ષકોની બદલીની માંગ

શાળામાં બાળકો પર હેરાનગતિના આરોપ, વાલીઓએ બદલી ના થાય તો શાળા નહીં ખોલવાની ચીમકી, તાલુકા વિભાગીય અધિકારીઓ પહોંચ્યા.

Top Stories Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોળીયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો પર બાળકોને હેરાન કરવાના આરોપો લાગ્યા છે. જેના કારણે વાલીઓએ શાળા પર તાળું લગાવ્યું છે.

આજે 10 નવેમ્બર, 2025 વાલીઓએ આચાર્ય અને શિક્ષકોની તાત્કાલિક બદલીની માંગ કરી છે, અને બદલી ના થાય તો શાળા નહીં ખોલવાની ચીમકી આપી છે. શાળામાં 120થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને તાળાબંધીથી તેના શિક્ષણને અડચણ આવી છે. તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીઓ પહોંચી વાલીઓ સાથે વાતચીત કરી, પરંતુ વાલીઓ આ તાળું ન ખોલવન મુડમાં છે.

બાળકો પર હેરાનગતિના આરોપથી વાલીઓનો વિરોધ

ડોળીયા ગામની પ્રાથમિક શાળા (ધોરણ 1થી 5)માં લગભગ 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓએ આચાર્ય અને શિક્ષકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે, આચાર્ય અને શિક્ષકો બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે, જેમાં મારપીટ, અપમાન અને અન્યાયી સજા આપવાનો સમાવેશ થાય છે.

વિભાગીય તપાસ અને વાલીઓ સાથે વાતચીત

મહુવા તાલુકા શિક્ષણ અધિકારીઓએ તાળાબંધીની જાણ થતાં તુરંત ડોળીયા ગામ પહોંચી વાલીઓ સાથે વાતચીત કરી. તાલુકા DEOએ જણાવ્યું, “વાલીઓની ફરિયાદ પર તપાસ ટીમ રચી છે, અને આચાર્ય અને શિક્ષકોના વર્તનની તપાસ કરીશું.

જો આરોપો સાબિત થાય તો બદલી અને અન્ય કાર્યવાહી થશે.” વાલીઓએ તપાસ રિપોર્ટની રાહ જોવાની વાત કરી, પરંતુ તાત્કાલિક બદલીની માંગ જણાવી.

શિક્ષણ વિભાગે (Education Department) શાળા પરના  તાળા ખોલવા માટે વાલીઓને સમજાવ્યા, પરંતુ તેઓ વિના શરતો ના માન્યા.

ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીઓએ પણ માહિતી મેળવી છે, અને તપાસમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ( School Management Committee ) ના સભ્યોને પણ સામેલ કરવામાં આવશે. આ કાર્યવાહીથી શાળા ખુલ્લી શકે તેવી આશા છે, પરંતુ વાલીઓનો વિરોધ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bhavnagar News/ભાવનગરનો પુત્ર જો ખેડૂતોનું દુઃખ ન સમજે તો રાજ્યની પીડા કેવી રીતે સમજશે: જેની બેન

આ પણ વાંચો: Bhavnagar News/મહુવામાં સરકારી હોસ્પિ.માં નર્સની નોકરી આપવાની લાલચ આપી બે બહેનો સાથે છેતરપિંડી

આ પણ વાંચો: Bhavnagar News/મહુવાના બગદાણા ગામે બાળકો જીવના જોખમે આંગણવાડીમાં ભણવા મજબૂર