Not Set/ લાઇફસ્ટાઇલ/ દિવાળીનાં તહેવારમાં ફટાફટ મેકઅપ કરી બનો સુંદર

દિવાળીનાં દિવસે ઘરની સજાવટથી માંડીને વિવિધ વાનગીઓ બનાવવા જેવા ઘણા બધા કામ હોય છે. આવી સ્થિતિમાં, તમારી પાસે મેકઅપ માટે ઓછો સમય હોય છે, પરંતુ દિવાળી પર સુંદર દેખાવવું તમારો અધિકાર છે. તેથી, વધુ સમય લીધા વિના, તમે ફટાફટ મેકઅપ લગાવીને તુરંત કેવી રીતે તમારી સુંદરતામાં સુધારો કરી શકો છો, ચાલો જાણીએ. દિવાળીનાં દિવસે, રસોડામાં […]

Fashion & Beauty
Diwali Festival 1 લાઇફસ્ટાઇલ/ દિવાળીનાં તહેવારમાં ફટાફટ મેકઅપ કરી બનો સુંદર

દિવાળીનાં દિવસે ઘરની સજાવટથી માંડીને વિવિધ વાનગીઓ બનાવવા જેવા ઘણા બધા કામ હોય છે. આવી સ્થિતિમાં, તમારી પાસે મેકઅપ માટે ઓછો સમય હોય છે, પરંતુ દિવાળી પર સુંદર દેખાવવું તમારો અધિકાર છે. તેથી, વધુ સમય લીધા વિના, તમે ફટાફટ મેકઅપ લગાવીને તુરંત કેવી રીતે તમારી સુંદરતામાં સુધારો કરી શકો છો, ચાલો જાણીએ.

દિવાળીનાં દિવસે, રસોડામાં અને ઘરનાં કામકાજને વહેલી તકે પતાવી દો જેથી સાંજે તમે પોતાને થોડો સમય આપી શકો અને સારી રીતે તૈયાર થઈ શકો.

આ રીતે કરો મેકઅપની શરૂઆત

મેકઅપની શરૂઆત કરતા પહેલા ચહેરો તૈયાર કરવો જરૂરી છે અને આ માટે તમારે પહેલા પ્રાઇમર લગાવવું આવશ્યક છે. કોઈપણ સારા બ્રાંડનો પ્રાઇમર લો અને તેને ચહેરા પર સારી રીતે લગાવો. તેનાથી મેકઅપ લાંબો સમય ટકે છે અને ત્વચાને ઇવેન ટોન મળે છે. તમારા છિદ્રો અને કરચલીઓ પણ તેનાથી છુપાઇ જાય છે.

હવે લગાવો ફાઉન્ડેશન

ફાઉન્ડેશન હંમેશા તમારી સ્કિન ટાઇમ મુજબ લેવો જોઈએ. જો તમે સમજી ન શકો તો તમે બ્યૂટી શોપનાં નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. જો કે ફેસ્ટિવલ સીઝનમાં અલગ દેખાવ માટે ઇલ્યુમિનેટર ફાઉન્ડેશન શ્રેષ્ઠ છે, તે થોડું શિમરી હોય છે. જેનાથી રાત્રે રોશની પડતા ચહેરો ચમકતો બનાવે છે. ફાઉન્ડેશન લાગુ કરો અને ચહેરા પર સારી રીતે મિક્સ કરો.

હોઠને આપો હોટ લુક

તમને ભલે ન્યૂડ શેડ્સની લિપસ્ટિક પસંદ હોય, પરંતુ તહેવારોની સીઝનમાં બોલ્ડ અને ડાર્ક કલર સારા લાગશે. તેથી રેડ, પ્લમ, હોટ પિંક, મરૂન જેવા રંગો પસંદ કરો. આ હોઠનાં રંગો તમને પૂરો ફેસ્ટિવલ લુક આપશે.

વધારે આંખોની સુંદરતા

આંખો તમારી સુંદરતામાં વધારો કરવામાં ઘણું યોગદાન આપે છે. મસ્કરા લગાવ્યા પછી પણ, તમે જોયું હશે કે તમારો ચહેરો ખિલેલો લાગે છે. તેથી આંખનાં મેકઅપ પર વિશેષ ધ્યાન આપવું. હોઠ જેવા બોલ્ડ આઈમેકઅપથી દૂર રહેશો નહીં. કાજલ, આઇ લાઈનર અને આઇ શેડોથી તમારી આંખોની સુંદરતાને વધારો. જેનાથી તમારો ફેસ્ટિવલ લુક પૂરો થશે.

મેકઅપની સાથે જ્વેલરીનું પણ ધ્યાન રાખવું. જો તમે ટ્રેડિશનલ કપડા પહેરો છે, તો જ્વેલરી પણ પહેરો, પરંતુ ફ્યૂઝન અથવા વેસ્ટર્ન કપડાની સાથે ટ્રેડિશનલ જ્વેલરી પહેરવાની ભૂલ ન કરો. વળી, જો આઉટફીટ ખૂબ ભારે હોય, તો જ્વેલરીને લાઈટ રાખો, નહીં તો તમારો લૂક બગડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.