Not Set/ ઘરે જ બનાવો ગરમા ગરમ ગ્રીન ક્રીમી પાલક આલુ

સામગ્રી : 1 બંચ્ પાલક ફ્રેશ 2 ટેબલ સ્પૂન બટર 1 ટીસ્પૂન જીરુ 1 ડુંગળી લાંબી કાપેલી 5 લસણ ચોપ 1 ટીસ્પૂન આદુ 3 બટાકા મોટા બોયલ કરેલા 1 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન લાલ મિર્ચ પાઉડર 1 ટીસ્પૂન ધાણા જીરું પાઉડર 1 ટીસ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન વરિયાળી પાઉડર 2 ટેબલ સ્પૂન બેસન નમક સ્વાદ અનુસાર 2 ટેબલ સ્પૂન દહીં 2 ટેબલ સ્પૂન ક્રીમ ફ્રેશ 2 ટેબલ સ્પૂન મિલ્ક 1 ટીસ્પૂન લીંબુ […]

Lifestyle

  1. સામગ્રી :
    1 બંચ્ પાલક ફ્રેશ
  2. 2 ટેબલ સ્પૂન બટર
  3. 1 ટીસ્પૂન જીરુ
  4. 1 ડુંગળી લાંબી કાપેલી
  5. 5 લસણ ચોપ
  6. 1 ટીસ્પૂન આદુ
  7. 3 બટાકા મોટા બોયલ કરેલા
  8. 1 ટીસ્પૂન હળદર
  9. 1 ટીસ્પૂન લાલ મિર્ચ પાઉડર
  10. 1 ટીસ્પૂન ધાણા જીરું પાઉડર
  11. 1 ટીસ્પૂન ગરમ મસાલો
  12. 1 ટીસ્પૂન વરિયાળી પાઉડર
  13. 2 ટેબલ સ્પૂન બેસન
  14. નમક સ્વાદ અનુસાર
  15. 2 ટેબલ સ્પૂન દહીં
  16. 2 ટેબલ સ્પૂન ક્રીમ ફ્રેશ
  17. 2 ટેબલ સ્પૂન મિલ્ક
  18. 1 ટીસ્પૂન લીંબુ નો રસ
  19. 1 ટીસ્પૂન કસ્તુરી મેથી
    રીત :

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરીને તેમાં 4 મિનિટ માટે પાલક ને બોયલ કરી લેવું.

    હવે તેને બીજી એક તપેલી માં ઠંડુ પાણી લઈ ને તેને તેને ઠંડી કરવી જેથી કાળી ના પડે.

    હવે બટાકા લઈ ને તેને વચ્ચે થી કાપીને તેને માઇક્રો વેવ માં 7 મિનિટ માટે હાઈ સ્પીડ પર માઇક્રો વેવ કરવા.

    હવે પાલક ને મિક્સર જગ મા લઇ ને તેમાં થોડું પાણી અને બરફ નાખીને તેની પેસ્ટ બનાવવી.

    હવે રેડી કરેલી પેસ્ટ ને અલગ બોલ માં કાઢીને રાખવી.

    હવે બોયલ કરેલા બટાકા ને કાપીને રેડી કરીને રાખવા.

    હવે એક પેન મા બટર લઈ ને તેમાં જીરું નો વઘાર કરવો.

    હવે તેમાં ડુંગળી નાખીને તેને સતળવી.

    હવે તેમાં લસણ, આદુ, અને ગ્રીન ચીલી એડ કરવા. અને તેને 3 મિનિટ માટે શોટે કરવા.

    હવે તેમાં રેડી કરેલા બટાકા ને એડ કરવા.

    હવે બધું બરાબર એક સાથે મિક્સ કરવું.

    હવે તેમાં બધા જ મસાલા ને હવે તેમાં એડ કરવા.

    હવે બધું બરાબર મિક્સ કરવું જેથી મસાલા પણ બરાબર બધું મિક્સ થઈ જાય.અને તેને 5 મિનિટ માટે બોયલ કરવું. જેથી મસાલા બરાબર તેમાં ભડી જઈ.

    હવે તેમાં રેડી કરેલી પાલક ની પેસ્ટ એડ કરવી.

    હવે તેને બરાબર મિક્સ કરવી. અને બોયલ કરવું. 5 મિનિટ માટે ઉકાળવું.

    હવે તેમાં ક્રીમ દહી અને મિલ્ક એડ કરવું અને બધું બરાબર મિક્સ કરવું.

    હવે તેમાં કસ્તુરી મેથી અને ગરમ મસાલો એડ કરીને બરાબર ફરી મિક્સ કરવું.

    હવે રેડી છે પાલક આલુ તેને તમે પરાઠા, નાન રોટી સાથે સર્વ કરી શકો છો.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન