Recipe/ ઘરે બનાવો દહીંની તમતમતી તિખારી ખાવાની પડશે મજા…

જો કાઠિયાવાડી વાનગી એકદમ અલગ જ હોય છે તો આજે અમે તમારા માટે એક કાઠિયાવાડી વાનગી લઇને આવ્યા છીએ જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે.

Lifestyle
Untitled 3 6 ઘરે બનાવો દહીંની તમતમતી તિખારી ખાવાની પડશે મજા...

  આપણે   ત્યાં ગુજરાતીઓ ટેસ્ટી ખાવાના ખૂબ શોખીન હોય છે એમા પણ જો કાઠિયાવાડી વાનગી એકદમ અલગ જ હોય છે તો આજે અમે તમારા માટે એક કાઠિયાવાડી વાનગી લઇને આવ્યા છીએ જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાઠિયાવાડી તિખારી…

સામગ્રી

1 કપ – દહી
1 કપ -બારીક સમારેલી ડુંગળી
1 કપ – બારીક સમારેલા ટમેટા
3-4 નંગ – લસણની કળી
2 ચમચી – લાલ મરચું
3 ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
2 ચમચી – ધાણાજીરૂ
1 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ લસણને ખાંડણીમાં અધકચરા જેવુ વાંટી લો અને પછી લાલ મરચું પાવડર નાખી વાટી લો.તે બાદ કઢાઇમાં તેલ મૂકી જીરું નાખી ડુંગળી સાંતળો પછી ટમેટાં સાંતળો. હવે તેમા વાટેલું લસણ અને સુકા મસાલા નાખી સાંતળો. તેલ છુટે એટલે દહી નાંખી એક સરખું મિક્સ કરી લો. હવે એક મિનિટ સુધી હલાવો અને તેને ગરમા ગરમ પીરસો. તૈયાર છે કાઠિયાવાડી તિખારી.