Food: ગરમીમાં દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ સારૂ ગણાય છે. દહીં ખાવાથી પેટમાં સારા બેક્ટેરિયા બને છે. પેટની ગરમી શાંત થાય છે. પાચનશક્તિ મજબૂત બને છે. પરંતુ ઘરમાં નાના બાળકોને દહીં ખાવુ પસંદ હોતુ નથી તો તેમના માટે કેરીવાળું દહીં બનાવી શકો છો. જાણો કઈ રીતે દહીંવાળુ યોગર્ટ બનાવશો.
કેરી સાથે દહીં કેવી રીતે જમાવી શકશો
સૌથી પહેલા દૂધને ઉકાળી ઘટ્ટ બનાવી લો.
હવે દૂને ઠંડુ થવા દો. ગરમીમાં હુંફાળા પાણી સાથે દહીં જમાવવું.
હવે એક મોટી કેરી લો, એક અથવા બે કેરી લો, જેથી યોગર્ટ ઘાટા કે આછા રંગનું દેખાય.
દૂધ ઠંડુ થઈ જાય તો સારી રીતે કેરીનો રસ ભેળવી દો.
સારી રીતે મિક્સ થઈ ગયા બાદ મોટા વાસણમાં દહીં જમાવી લો.
ઓછામાં ઓછા 5 કલાક તૈયાર મિશ્રણને ઠરવા દો.
તમે માઈક્રોવેવ કે બંધ ડબ્બામાં પણ મૂકી શકો છો. દહીં તરત જ જામી શકે છે.
તૈયાર દહીંમાં બરફના ટુકડા પણ નાંખી શકો છો.
આ પણ વાંચો:પ્રોટીનથી ભરપૂર રાજમા પુલાવ, જાણો ટેસ્ટી રેસિપી
આ પણ વાંચો:કયું ફળ ક્યારે ખાવું તે અવશ્ય જાણી લો, નહીંતર થશે તેના નુકસાન
