Viral Video/ Reel બનાવવી યુવતીને પડી ભારે; હવે થઈ ધરપકડ, જાણો તેની કહાની

હોળી પહેલા બે યુવતીઓનો વીડિયો (Reel) વાયરલ થયો હતો, જેમાં તે અશ્લીલ ડાન્સ કરતા એક બીજાને ગુલાલ લગાવતી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી.

Videos Trending
Cricket Tutorials YouTube Thumbnail 5 2 Reel બનાવવી યુવતીને પડી ભારે; હવે થઈ ધરપકડ, જાણો તેની કહાની

હોળી પહેલા બે યુવતીઓનો વીડિયો (Reel) વાયરલ થયો હતો, જેમાં તે અશ્લીલ ડાન્સ કરતા એક બીજાને ગુલાલ લગાવતી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી. પણ આ વીડિયોમાં સામેલ એક યુવતી પ્રીતિ મોર્યની સ્ટોરી સામે આવી છે.

પ્રીતિ મૌર્ય ઉત્તરાખંડના રુદ્રપુરની રહેવાસી છે. છેલ્લા બે વર્ષથી પ્રીતિ નોઈડામાં રહેતી હતી. પ્રીતિ નાનપણથી જ લોકોના ઘરના કામ કરતી હતી અને તે બાદ તેમને Reel બનાવવાની શરૂઆત કરી હતી. પ્રીતિને થોડા પૈસા મળવા લાગ્યા ત્યારે તેનો જુસ્સો વધ્યો પણ ત્યારબાદ ફરી તેમને લોકોના ઘરમાં કામ કરવું પડ્યુ.

પ્રીતિના માતા પિતા નાનપણથી જ અલગ થઇ ગયા હતા અને તેમને ફરીથી લગ્ન કર્યા હતા. તેમણે કહ્યું કે, મને પિતાનો પ્રેમ નથી મળ્યો. 12
વર્ષની ઉંમરે જ એક ઘરમાં કામ કરવાની નોકરી મળી ગઇ અને મને 1500 રૂપિયા પગાર મળતો હતો. થોડા સમય બાદ મને રૂપિયા 2000 મળવા લાગ્યા અને ત્યાર બાદ રૂપિયા 4000 મળતા હતા અને 2 વર્ષ પહેલા હું નોઇડા આવી ગઇ.

નોઇડામાં આવ્યા બાદ લોકોના ઘરમાં કામ કરવા લાગી અને આઠ થી દસ હજાર રૂપિયા મળવા લાગ્યા. પણ એમાં પણ ગુજરાન ચાલે એમ ન હતુ અને ઘરની બધી જવાબદારી પણ વધુ હતી. પ્રીતિએ કહ્યુ કે ઘરના કામ કરવાની સાથે હું રિલ્સ બનાવવાનું શરૂ કર્યુ હતુ.

પ્રીતિએ જણાવ્યુ કે રીલ બનાવવા લાગી તો મારા હાથમાંથી નોકરી પણ જતી રહી. પ્રિતી ડાન્સ કરવા જતી હતી અને ડાન્સના વીડિયો બનાવવા લાગી. એક વાર ડાન્સ કરતી વખતે તે નીચે પડી ગઇ ત્યારે તેનો વીડિયો વાયરલ થઇ ગયો. ત્યારબાદ તેના ફોલોવર વધી ગયા અને વ્યુ પણ વધવા લાગ્યા. તેને પહેલી વાર 80 હજાર રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ તે કચરા પોતુ કરવાનું છોડી દીધું. થોડા સમય બાદ ટેક્નિકલ કારણોસર તેમની યૂટ્યુબ ચેનલ બંધ થઇ ગઇ અને ફરીથી લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કરી દીધુ. અને રિલ બનાવવાનુ કામ પણ શરૂ જ છે.

તેમના વીડિયો વાયરલ નતો થતો ત્યારે મેટ્રોમાં એક વીડિયો બનાવ્યો, જે ખુબ વાયરલ થયો છે. નોઇડાના રોડ પર વીડિયો બનાવવાના લીઘે તેમના પર કેસ થયો છે. વીડિયો વાયરલ થતા લોકો એ વીડિયો પર ઘણી કોંમેન્ટ પણ કરી . પ્રીતિએ કહ્યુ કે રિલમાં તે સારી કમાણી કરતી હતી અને લોકોના ઘરના કામ પણ કરતી હતી, પણ એક વીડિયો વાયરલ થયા પછી બધુ જ બદલાઇ ગયું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાની બહેન સાથે શારીરિક સંબંધ રખાવો તો હું તારી સાથે લગ્ન કરીશ, પ્રેમીએ ગર્ભવતી પ્રેમિકાને મૂકી શરત

આ પણ વાંચો:દિલ્હીની હોસ્પિટલમાંથી બાળકોની ચોરી થતા ફફડાટ

આ પણ વાંચો:કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં OPS, PMLAનો નથી ઉલ્લેખ, તો મોદીની ગેરંટીના દાવાને ગળાવ્યા પોકળ