Arjun Kapoor Birthday/ મલાઈકા અરોરાએ બોયફ્રેન્ડ અર્જુન કપૂરની બર્થડે પાર્ટીમાં લગાવી આગ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા ઘણી લોકપ્રિય છે. અવારનવાર તે એક યા બીજી વાતને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેની લવ લાઈફ, મૂવ્સ અને ડાન્સને લઈને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની બર્થડે પાર્ટીનો છે, જ્યાં […]

Trending Entertainment
Malaika Arora

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા ઘણી લોકપ્રિય છે. અવારનવાર તે એક યા બીજી વાતને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેની લવ લાઈફ, મૂવ્સ અને ડાન્સને લઈને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની બર્થડે પાર્ટીનો છે, જ્યાં તેણે પોતાની સુંદરતા અને ડાન્સ મૂવ્સથી હંગામો મચાવ્યો હતો.

અભિનેત્રીએ બતાવ્યો જલ્વો

અભિનેત્રી મલાઈકા અરોરાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આને લઈને તેણે પોતાના ઘરે મિડનાઈટ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં તેના ઘણા નજીકના મિત્રો અને મિત્રો સાથે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ પહોંચી હતી. આ પાર્ટીમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મલાઈકાએ તેના ડાન્સ મૂવ્સથી ધૂમ મચાવતી દેખાય છે. અભિનેત્રીએ છૈયા છૈયા ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. તેણે બેલી ડાન્સના ઘણા મૂવ્સ પણ બતાવ્યા. આસપાસ ઉભેલા લોકો તેના ચાહકોની જેમ બૂમો પાડવા લાગ્યા. અને સાથે જ લોકો તેના પરથી  નજર પણ હટાવી શકતા નહોતા.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

મલાઈકાના વીડિયોમાં અર્જુન જોવા  ન મળ્યો
વીડિયોમાં એક્ટ્રેસ સાથે ઘણા લોકો ડાન્સ કરતા જોવા મળે છે. મલાઈકા અરોરાએ આ વીડિયોમાં કલરફુલ બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેની સાથે તેણે બુટ સ્ટાઈલ હાઈ હીલ્સ પહેરી છે. તેની સ્ટાઈલ ખુબ જ જામી રહી છે. બાય ધ વે, આ વીડિયોમાં તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર ક્યાંય દેખાતો નથી. અર્જુનની ઉંમરની વાત કરીએ તો તે આજે 38 વર્ષનો થઈ ગયો છે. જ્યારે મલાઈકા 49 વર્ષની છે. આવી સ્થિતિમાં બંનેની ઉંમરમાં 11 વર્ષનું અંતર છે.

બંને કરી રહ્યા છે ડેટ 
તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બંને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી બંનેએ લગ્ન અંગે કોઈ નિર્ણય લીધો નથી. આ દરમિયાન, મલાઈકાની પ્રેગ્નન્સીના ફેક ન્યૂઝ સામે આવ્યા, જેને લઇ અર્જુન કપૂરનું ગુસ્સે થવું વ્યાજબી હતું.  જો કે, બંને કલાકારો સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ છે અને એકબીજા માટે લવી-ડવી પોસ્ટ્સ શેર કરતા રહે છે.

આ પણ વાંચો:tv actress/ટીવીની આ લોકપ્રિય વહુઓ ચાહકોના દિલ પર કરે છે રાજ, જુઓ યાદી

આ પણ વાંચો:Me Too/‘તેણે મારા પ્રાઈવેટ પાર્ટ પર મુક્કો માર્યો’, જ્યારે સ્ત્રી ફિલ્મની એક્ટ્રેસ પર બોયફ્રેન્ડે ટોર્ચર કર્યું, હરકતો સાંભળીને આત્મા કંપી ઉઠશે

આ પણ વાંચો:controversies/કાર્તિક આર્યન-કિયારા અડવાણીની ‘સત્ય પ્રેમ કી કથા’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ

આ પણ વાંચો: IB71 OTT Release/ વિદ્યુત જામવાલની ફિલ્મ આ દિવસે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

આ પણ વાંચો: Video/રિવીલિંગ ડેનિમ ડ્રેસ પહેરવા બદલ શર્મશાર થઇ શ્રેયા સરન, લોકોએ કહ્યું “ઉર્ફી તો બેચારી ફાલતુ મેં બદનામ હૈ.”