Lifestyle/ માખણ કાઢ્યા વિના જ મલાઈમાંથી દાણેદાર દેશી ઘી…અને લટકામાં પનીર બનાવો…અનોખી ટ્રિક..!

અહિં અમે તમને મલાઈમાંથી ઘી કાઢવાની સરળ રીત (Desi Ghee Easy Trick) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેમાં તમને ઘી બનાવવા માટે માખણ કાઢવાની ઝંઝટ નહિં રહે!

Trending Tips & Tricks Food Lifestyle
Desi Ghee Easy Trick...અપનાવો અને વધારામાં પનીર મેળવો!

Lifestyle: જો તમે મલાઈ મેળવવા અને માખણ કાઢવાની લાંબી ઝંઝટથી બચવા ઈચ્છો છો તો આ આસાન કિચન ટ્રિક (Kitchen Trick) તમને અત્યંત કામ આવી શકે એમ છે. આજે અમે તમને મલાઈમાંથી દેશી ઘી કાઢવાની એક અનોખી ટ્રિક (Desi Ghee Easy Trick) દર્શાવવા જઇ રહ્યાં છીએ…જેની મદદથી તમે ‘એક પંથ દો કાજ’ જેવું કામ પાર પાડી શકશો! ઘી તો બનશે જ અને ઢગલાબંધ પનીર (Paneer) પણ નીકળશે.

‘એક પંથ દો કાજ’ – શુદ્ધ ઘી અને શુદ્ધ પનીર (Pure Ghee & Pure Paneer Making Trick)

ઘરમાં દરરોજ દૂધ આવતું જ હોય છે અને એની મલાઈ પણ ઉતરતી હોય છે. મોટાભાગના લોકો દૂધની મલાઈ (Malai)ની તરને ભેગી કરે છે અને જ્યારે એ સારી એવી માત્રામાં એકઠી થાય ત્યારે એાંથી ઘરગથ્થું દેશી ઘી બનાવે છે. જો કે, ઘણા એવા લોકો હોય છે જે ઘી કાઢવાની લાંબી પ્રોસેસથી બચવા માટે મલાઈનો સીધો જ એમનેમ નિકાલ કરી દે છે! પરંતુ આજે અહિં અમે તમને મલાઈમાંથી ઘી કાઢવાની સરળ રીત (Desi Ghee Easy Trick) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેમાં તમને ઘી બનાવવા માટે માખણ કાઢવાની ઝંઝટ નહિં રહે!

એક સરળ ટ્રિકની મદદથી તમે મલાઈમાંથી સીધું જ ઘી તૈયાર કરી શકો છો. આનો અર્થ એ છે કે મલાઈ મથીને માખણ કાઢવાનો સ્ટૅપ સ્કિપ થઇ શકશે. આમાં મજાની વાત એ છે કે, સાથે-સાથે તમને પનીર (Paneer) પણ પ્રાપ્ત થાય છે અર્થાત્ એક જ મલાઈમાંથી એક જ પદ્ધતિ (Desi Ghee Easy Trick)થી શુદ્ધ દેશી ઘી અને પનીર બંને વસ્તુઓ મેળવી શકાશે.

શુદ્ધ ઘી

મલાઈમાંથી ઘી અને પનીર કાઢવાની વિધિ (Desi Ghee Easy Trick)

1. શુદ્ધ દેશી ઘી અને પનીર મેળવવા માટે એક અઠવાડિયા જેવી એકઠી થયેલી દૂધની મલાઈ લેવાની રહેશે. જો એ ફ્રીઝરમાં હોય તો ઘી બનાવવાના કેટલાક કલાકો અગાઉ એને બહાર કાઢીને મૂકવી જેથી એ સૉફટ થઇ જાય.

2. હવે એક જાડા તળિયાવાળી કડાઈ લઇને એમાં મલાઇ અને થોડું પાણી મિક્સ કરીને ધીમાથી મધ્યમ તાપે એને પકાવી લો. વચ્ચે વચ્ચે એને ચલાવતા રહેવું જેથી એ તળિયે ચોંટે નહિં.

3. જ્યારે મલાઇ પીગળીને દૂધ જેવી બની જાય એટલે તરત જ ગૅસ બંધ કરી દેવો.

4. હવે આ પીગળેલી મલાઈની વચ્ચે એક પાણી ભરેલો ગ્લાસ મૂકો. ગ્લાસને કડાઈની વચ્ચે જ મૂકવો અને આખી રાત કડાઈને ફ્રિઝમાં મૂકી રાખવી.

5. સવાર સુધીમાં તો મલાઈ સારી રીતે જામી જશે. પછી ગ્લાસને બહાર કાઢી લેવો. હવે જ્યાં ગ્લાસ મૂકેલો ત્યાં ખાડો બની ગયો હશે. એમાં ઠંડુ પાણી નાખવું અને એને અન્ય વાસણમાં કાઢી લેવું. આ રીતે એક-બે વખત કરવાથી મલાઈમાંથી વધારાનું પાણી દૂર થઇ જશે.

6. આ પાણી ફેંકવાની જરુર નથી. એમાં થોડું મીઠું (Salt) ઉમેરીને પી શકાય છે અથવા તો એની કઢી બનાવી શકાય છે.

7. જામેલી બાકીની મલાઈને ફરીથી કડાઈમાં ધીમાથી મધ્યમ તાપ પર પકાવી લો, અહિં એ ધ્યાન રાખવું કે જો તમારે ઘી સાથે પનીર પણ જોઇએ તો મલાઇને ઘણી વધારે પકાવવાની જરુર નથી.

8. જ્યારે મલાઇ પૂર્ણ રીતે પીગળી જાય અને એનો રંગ હળવો પીળો પડવા લાગે ત્યારે તરત ગૅસ બંધ કરી દેવો અને આ મિશ્રણને ગાળી લેવું.

9. ચાળણીમાં જે ઘન ભાગ રહે એને સ્વચ્છ કપડામાં બાંધીને થોડી પાર માટે કોઇક ભારે વસ્તુની નીચે મૂકી દેવો.

પનીર વાનગી અને દૂધનો હલવો

તો તૈયાર છે તમારું મલાઈમાંથી બનાવેલું ઘરનું શુદ્ધ પનીર…જેને તમે શાકથી માંડીને પરોઠા બનાવવા સુધીની વાનગી (Recipe)માં વાપરી શકો છો.

10. પનીર અલગ કર્યા બાદ જે પ્રવાહી મલાઈ બચે એને ફરીથી કડાઈમાં ઉમેરીને ધીમા તાપે ગરમ થવા દો જેથી ધીમે-ધીમે એમાંથી ઘી છૂટું પડવા લાગશે.

11. ઘી બની જાય પછી એને ફરીથી ગાળી લો અને એક સ્વચ્છ, હવાચુસ્ત સ્ટીલના કન્ટેનરમાં ભરી દો.

તો તૈયાર છે તમારું મલાઈમાંથી બનાવેલું ઘરનું શુદ્ધ ઘી…બાદમાં બચેલા ભાગમાં દળેલી ખાંડ મિક્સ કરીને નાના-નાના પેંડા કે હલવો પણ બનાવી શકાય છે. આમ, એક જ (Desi Ghee Easy Trick)થી મલાઈમાંથી તમે ઘી, પનીર અને મીઠાઈ (Sweet) તૈયાર કરી શકો છો.


આ પણ વાંચો :  દેશી ઘી અને ચણાના લોટમાંથી બનાવવો સ્વાદિષ્ટ લાડુ , મોંમાં મૂકતા જ તે થઈ જશે ગાયબ,જાણો રેસિપી

આ પણ વાંચો : માત્ર 1 ચમચી ઘીમાં બાઉલ ભરીને મખાના શેકવાની સરળ ટિપ્સ, ક્રંચી, હૅલ્ધી અને ટેસ્ટી રેસિપી…!

આ પણ વાંચો : ચોમાસામાં પેટની સમસ્યાઓથી છો પરેશાન? ફણસના બીજનો આ દેશી ઉકાળો આપશે રાહત