મલાલાના નિકાહ/ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈએ બ્રિટનમાં કર્યા નિકાહ, સામે આવી તસવીરો

મલાલાએ ટ્વિટર પર તેના ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે ,આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. અસર અને હું જીવનભર માટે લગ્નગ્રંથિમાં બંધાઈ ગયા છીએ.

Top Stories World
મલાલા યુસુફજઈ

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈએ લગ્ન કરી લીધા છે. મલાલા યુસુફજઈ અને તેના પાર્ટનર અસરે સોશિયલ મીડિયા પર તેમના લગ્નની માહિતી આપી હતી. યુકેના બર્મિંગહામમાં તેમના ઘરે કન્યા કેળવણીના સમર્થક મલાલા અને અસરના નિકાહ યોજાયા હતા. યુસુફઝઈએ મંગળવારે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી.

મલાલાએ ટ્વિટર પર તેના ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે ,આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. અસર અને હું જીવનભર માટે લગ્નગ્રંથિમાં બંધાઈ ગયા છીએ. તેણે ટ્વીટમાં એમ પણ લખ્યું કે અમે બર્મિંગહામમાં અમારા પરિવારના સભ્યો સાથે એક નાનકડા નિકાહ સમારોહનું આયોજન કર્યું હતું. અમને તમારા આશિર્વાદ આપો. અમે આ લગ્ન જીવનને સાથે પસાર કરવા માટે ઉત્સાહિત છીએ.

મલાલા યુસુફજઈનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાનમાં કન્યા શિક્ષણની હિમાયતી મલાલા યુસુફજઈ પર 2012માં તાલિબાન આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તે સમયે તેની ઉંમર 11 વર્ષની હતી. છોકરીઓના શિક્ષણ અને અધિકારો માટે લડનાર મલાલા પાકિસ્તાનમાં આતંકવાદીઓના નિશાના પર હતી.

શાળાએથી ઘરે પરત ફરી રહેલી મલાલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ મલાલાનો ઉત્સાહ ઓછો થયો ન હતો. બ્રિટનમાં લાંબી સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગઈ અને ફરી એકવાર તેનું અભિયાન શરૂ કર્યું.