રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત કરનાર બાબુલ સુપ્રિયો ફરી એક વખત તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજા અભિષેક બેનર્જીને 18 સપ્ટેમ્બરે પાર્ટીનાં સભ્ય મળ્યા. તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા બાદ બાબુલ સુપ્રિયોનાં સ્વર બદલાઈ ગયા છે. સુપ્રિયોએ ભારતીય જનતા પાર્ટી છોડતાની સાથે જ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. સોમવારે તેઓ મમતા બેનર્જીને મળવા જવાના હતા. જો કે બેઠક પહેલા તેમણે મમતાને 2024 ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર ગણાવ્યા હતા.
આ પણ વાંચો – દરિયાઇ સુરક્ષામાં ચેડા / મુંબઇ દરિયામાં તૈનાત 23 સ્પીડ બોટના ઓરિજનલ એન્જિન ચોરી કરી નકલી લગાવ્યા
TMC માં જોડાયા બાદ તુરંત જ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, મમતા બેનર્જી 2024 ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે સૌથી મજબૂત ઉમેદવાર છે. તેમણે કહ્યું કે, હું ઈચ્છું છું કે મમતા દીદી 2024 માં વડાપ્રધાન બને. તેમણે કહ્યું કે મમતા બેનર્જી આ સમયે વિપક્ષનાં સૌથી મજબૂત ઉમેદવાર છે. આપને જણાવી દઈએ કે, અગાઉ TMC નાં મુખપત્ર જાગો બાંગ્લામાં મમતા બેનર્જીને વડાપ્રધાન પદનાં ઉમેદવાર તરીકે પણ વર્ણવામાં આવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસમાં પરત ફરવા બાબતે બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, આવું કરનાર તે પ્રથમ વ્યક્તિ નથી, ન તો તે કોઈ ઈતિહાસ રચી રહ્યા છે. તેમણે કહ્યું કે, બંગાળનાં લોકો મમતા દીદીને પસંદ કરે છે, હું ટીમનાં 11 ખેલાડીઓમાં સામેલ થવા માંગતો હતો, જે તક મને તૃણમૂલ કોંગ્રેસે આપી. તેમણે કહ્યું કે, ઘણા બહારનાં પક્ષોનાં નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, પાર્ટીનાં જૂના નેતાઓમાં અસંતોષ છે. મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલ બાદ મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ ભાજપનાં સાંસદ બાબુલ સુપ્રિયો નારાજ ચાલી રહ્યા હતા. તેમની નારાજગી સમયાંતરે જોવા મળી હતી, જે બાદ શનિવારે તેમણે TMC માં જોડાઈને બધાને ચોંકાવી દીધા હતા.
We had a very musical talk, at the same time whatever she said was really music to my ears. I want to thank Didi and Abhishek for welcoming me sp affectionately & warmly to the TMC family: TMC leader Babul Supriyo after meeting CM Mamata Banerjee in Kolkata pic.twitter.com/PtffbxvlGy
— ANI (@ANI) September 20, 2021
આ પણ વાંચો – ઉડતા ગુજરાત / કરોડો રૂપિયાના હેરોઈન સાથે ઈરાની નાગરિકો અને બોટને ઝડપી પડતું ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સોમવારે બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. CM મમતા બેનર્જીને મળ્યા બાદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, અમારી ખૂબ સારી વાતચીત થઈ. તેમણે ટ્વિટ કર્યું, “હું તેમને મળીને ખૂબ જ ખુશ છું. જે સ્નેહ અને હૂંફ સાથે તેમણે મને TMC પરિવારમાં આવકાર્યો… તેમણે મને મારા દિલથી કામ કરવા અને દિલથી ગાવાનું કહ્યું, આ મીટિંગ ખૂબ સારી રહી. અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “અમે ખૂબ જ સંગીતમય વાતચીત કરી હતી અને તેમણે જે કહ્યું તે ખરેખર મારા કાન માટે સંગીત હતું. હું ઈચ્છું છું કે દીદી અને અભિષેક મને TMC પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું સ્વાગત કરે.” હું તમારો આભાર માનું છું.”
