Not Set/ મમતા બેનર્જીએ કર્યુ ટ્વીટ,અમે પાયલટની સુરક્ષિત વાપસીની રાહ જોઈએ છીએ: મમતા

પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વીટ કરી જણાવ્યુ કે, અમે પાયલટની સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ગઇકાલે POKના બડગામમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. જેમાં પ્રથમ બંને પાયલટના મોત થયા હોવાની માહિતી મળી હતી.પરંતુ બાદમાં પાકિસ્તાનને મીડિયા સમક્ષ પાયલટ પોતાને ત્યા હોવાની પુષ્ટી કરી હતી. Along with his family […]

Top Stories India

પશ્ચિમ બંગાળ,

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વીટ કરી જણાવ્યુ કે, અમે પાયલટની સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ગઇકાલે POKના બડગામમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. જેમાં પ્રથમ બંને પાયલટના મોત થયા હોવાની માહિતી મળી હતી.પરંતુ બાદમાં પાકિસ્તાનને મીડિયા સમક્ષ પાયલટ પોતાને ત્યા હોવાની પુષ્ટી કરી હતી.

ત્યારે પાકિસ્તાનના સાંસદમાં પાકમા વડાપ્રધાન ઇમરાનખાને પાયલટ અભિનંદનને પરત કરવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ. જેને લઇ સમગ્ર ભારતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને મમતા બેનરજીએ ટ્વીટ કરી જણાવ્યુ કે અમે પણ પાયલટના પરિજનોની જેમ જ અમે પણ અભિનંદનની રાહ જોઈ રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે ઈન્ડીયન એરફોર્સનો વિંગ કમાન્ડર અભિનંદન, જે પાકિસ્તાનની સેનાના કબજામાં છે. એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ભારતીય પાયલોટ અભિનંદને પાકિસ્તાનમાં પેરાશુટથી ઉતરવું પડ્યું હતું. આ પછી પાક સેનાએ અભિનંદનને કબજામાં લઈ લીધો હતો. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમની સંસદમાં જાહેરાત કરી છે કે તેઓ શાંતિ ઈચ્છે છે અને કાલે ભારતીય પાયલોટને મુક્ત કરશે.