bribe/ મામલતદારે કહ્યું, -જમીનમાં નામ દાખલ કરાવવું હોય તો રૂ ૨૫ લાખ આપવા પડશે, અને પછી…

મામલતદારે કહ્યું, -જમીનમાં નામ દાખલ કરાવવું હોય તો રૂ ૨૫ લાખ આપવા પડશે, અને પછી…

Gujarat Others

સરકારી ખુરશી પર બેસીને પગાર સિવાયની રોકડ કમાનારા પર ACB સતત બાજ નજર રાખી રહ્યું છે.  જેના કારણે અવારનવાર સરકારી કર્મચારી કે અધિકારી અચ્બના સકંજામાં આવી જાય છે. અને તેમની લાલચવૃતિ છતી થઈ જાય છે.  રાજ્યના મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીએ પણ સ્વીકૃતિ આપી છે. એમાં સુધારો થવાના બદલે લાંચિયા અધિકારી-કર્મચારીઓની સંખ્યા વધી રહી છે.

માં પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના મામલતદાર હાલ તો ACBના સકંજામાં ફસાયા છે. અને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. રૂ.25 લાખની લાંચ લેતાધોળકા ના મામલતદાર ડામોર રંગે હાથ  ઝડપાયા છે. મામલતદાર ની સાથે વચ્ચે અન્ય એક વ્યક્તિ પણ સકંજામાં છે. ACBએ ગત રાત્રે કાર્યવાહી કરી હતી. જમીનમાં નામ દાખલ કરાવવા લાંચ માગી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…