Man Vs Wild/ બિયર ગ્રિલ્સને આવી PM મોદીની યાદ, ફોટા શેર કરી કહી આ વાત

ડિસ્કવરી ચેનલ પર ‘મેન વર્સેઝ વાઇલ્ડ’ માં જોવા મળતા શોના હોસ્ટ બિયર ગ્રિલ્સને તમે જરૂર જાણતા જ હશો.  આ પોપ્યુલર શો અને બિયર ગ્રિલ્સના આ ખાસ પ્રોગ્રામમાં વર્ષ 2019 માં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જોવા મળ્યા હતા.

Entertainment
a 57 બિયર ગ્રિલ્સને આવી PM મોદીની યાદ, ફોટા શેર કરી કહી આ વાત

ડિસ્કવરી ચેનલ પર ‘મેન વર્સેઝ વાઇલ્ડ’ માં જોવા મળતા શોના હોસ્ટ બિયર ગ્રિલ્સને તમે જરૂર જાણતા જ હશો.  આ પોપ્યુલર શો અને બિયર ગ્રિલ્સના આ ખાસ પ્રોગ્રામમાં વર્ષ 2019 માં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જોવા મળ્યા હતા. પીએમ મોદી આ શોમાં એક નવા જ અવતારમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં, બિયર ગ્રિલ્સે તે દિવસની યાદમાં એક તસવીર શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

‘મેન વર્સેઝ વાઇલ્ડ’ના હોસ્ટ બિયર ગ્રિલ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક જુનો ફોટો શેર કર્યો છે. બિયર આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, “મારી પ્રિય તસ્વીરો માની એક: ડિસ્કવરી પર અમારા જંગલ એડવેન્ચર બાદ ભીંજાયેલા બેસીને વડા પ્રધાન મોદી સાથે ચા પીતા.” આ ક્ષણ મને યાદ અપાવે છે કે આપણે બધા અમારા માસ્ક અને હોદ્દા પાછળ એકસરખા છીએ. “

સોશિયલ મીડિયા પર લોકો આ ફોટોને ખૂબ લાઈક કરી રહ્યા છે. અને સાથે સાથે શેર અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ડિસ્કવરી ચેનલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિયર ગ્રિલ્સ શો ‘મેન વર્સેઝ વાઇલ્ડ’ ના એક ખાસ એપિસોડમાં સાથે જોવા મળ્યા હતા. આ શો વિશ્વની સૌથી ટ્રેન્ડિંગ ટેલિવિઝન ઇવેન્ટ બની હતી. આ વિશેષ એપિસોડ 12 ઓગસ્ટ 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ જોવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ