છેતરપિંડી/ માંગરોળ શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી બેન્કના રોકાણકારોના નાણાં ડૂબ્યાં, તાળા લાગતા પોલીસ ફરીયાદ

ઘણાં સમયથીદૈનિક તથા માસિક રિકરીંગ, ટુ વ્હિલર લોન, ફિક્સ ડિપોઝીટ સહિતની યોજનાઓ ચાલુ હતી. જુનાગઢ બ્રાન્ચના મેનેજરે ગઈકાલે પોતાની અને અન્ય રોકાણકારો સાથે છેતરપીંડી થયાની એસ.પી.ને લેખિત ફરીયાદ આપી આ કો.ઓ.સોસાયટીના હોદેદારો વિરુદ્ધ ગુનો નોંધવા માંગણી કરી હતી.

Top Stories Gujarat
shriji 1 માંગરોળ શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી બેન્કના રોકાણકારોના નાણાં ડૂબ્યાં, તાળા લાગતા પોલીસ ફરીયાદ

જુનાગઢ જીલ્લાના ગ્રાહકો, રોકાણકારોના નાંણા ફસાયા હોવાનું બહાર આવ્યા બાદ માંગરોળની બ્રાન્ચમાં પણ અનેક નાના ધંધાર્થીઓ, મધ્યમવર્ગની મહામૂલી બચત પણ અધ્ધરતાલ થઈ છે. આજે શહેરના 3૨ જેટલા લોકોએ પોલીસને છેતરપિંડીની અરજી આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

shriji 2 માંગરોળ શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી બેન્કના રોકાણકારોના નાણાં ડૂબ્યાં, તાળા લાગતા પોલીસ ફરીયાદ

મોટી રાહત / તામિલનાડુ સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટરે 3 રૂપિયા ઘટાડ્યા

જુનાગઢ જીલ્લામાં આઠેક જેટલી શાખાઓ ધરાવતી શ્રીજી ક્રેડિટ કો.ઓ.સો.ની માંગરોળના લીમડાચોકમાં લોખંડવાલા કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસ કાર્યરત હતી, જ્યાં ઘણાં સમયથીદૈનિક તથા માસિક રિકરીંગ, ટુ વ્હિલર લોન, ફિક્સ ડિપોઝીટ સહિતની યોજનાઓ ચાલુ હતી. જુનાગઢ બ્રાન્ચના મેનેજરે ગઈકાલે પોતાની અને અન્ય રોકાણકારો સાથે છેતરપીંડી થયાની એસ.પી.ને લેખિત ફરીયાદ આપી આ કો.ઓ.સોસાયટીના હોદેદારો વિરુદ્ધ ગુનો નોંધવા માંગણી કરી હતી.

પાકિસ્તાનની નાપાક હરકત / કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી પાકિસ્તાની છે

આજે માાંગરોળના રહેવાસીઓએ પણ આ મામલે પોલીસ સમક્ષ દાદ માંંગી છેે. રોકાણકારોએ લેખિત ફરીયાદમાં જણાવ્યું છે કે આ ક્રેડિટ સોસાયટી દ્વારા અમારો વિશ્ર્વાસ કેળવી દૈનિક બચત યોજનાઓ જેવી સ્કીમ મારફત દરરોજની નક્કી કરાયેલી રકમ ઉઘરાવાતી હતી. જેની અમારી પાસે રહેલી પાસબુકમાં એન્ટ્રી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી કર્મચારી આ રકમ ઉઘરાવવા આવતા ન હતા. તેમજ યોગ્ય જવાબ પણ આપવામાં આવતો ન હતો. આજથી માંગરોળમાં ઓફીસ પણ બંધ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

shriji 3 માંગરોળ શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી બેન્કના રોકાણકારોના નાણાં ડૂબ્યાં, તાળા લાગતા પોલીસ ફરીયાદ

નવી દિલ્હી / તેજસ્વી યાદવે PM ને લખ્યો ​​પત્ર, કહ્યું – મોદીજીએ નીતિશ કુમારનું કર્યું અપમાન

આજે પોલીસમાં આપવામાં આવેલી અરજીમાં માંગરોળ શાખાના ગ્રાહકોના નામ સાથે તેઓની લેણી રકમની યાદી આપવામાં આવી છે. જેની કુલ રકમ લાખોમાં છે. ત્યારે આવનારા દિવસોમાં આ યાદી મોટી થશે અને રકમનો આંકડો પણ આંખો પહોળી થઈ જાય તેવો હશે તેવું જાણકારોનું માનવું છે. હાલના તબક્કે કોરોનાકાળ બાદ કારમી મંદી અને બેરોજગારીનો સામનો કરી રહેલા નાના ધંધાર્થીઓ, મધ્યમવર્ગના નાણાં ફસાતા અનેક પરિવારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.ગ્રાહકોએ પોલીસ સમક્ષ યોગ્ય ન્યાયની માંગણી કરી છે.

kalmukho str માંગરોળ શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી બેન્કના રોકાણકારોના નાણાં ડૂબ્યાં, તાળા લાગતા પોલીસ ફરીયાદ