Political/ મનીષ તિવારીએ પોતાની જ પાર્ટી પર કર્યો કટાક્ષ, કહ્યુ- પાકિસ્તાન લઇ શકે છે લાભ

આનંદપુર સાહિબનાં કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ બુધવારે કહ્યું કે તેમના ગૃહ રાજ્યમાં જે પ્રકારની રાજનીતિ રમાઈ રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.

Top Stories India
11 270 મનીષ તિવારીએ પોતાની જ પાર્ટી પર કર્યો કટાક્ષ, કહ્યુ- પાકિસ્તાન લઇ શકે છે લાભ

આનંદપુર સાહિબનાં કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ બુધવારે કહ્યું કે તેમના ગૃહ રાજ્યમાં જે પ્રકારની રાજનીતિ રમાઈ રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના મતે, આ એક સંવેદનશીલ સરહદી રાજ્ય છે, તેથી પાકિસ્તાન આ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. તિવારીએ કહ્યું કે, “પંજાબ કૃષિ કાયદાઓ સામે ઉગ્રતાથી ચાલી રહ્યું છે અને આ સંજોગોમાં રાજ્યમાં ચાલી રહેલી રાજનીતિ રાજ્યની સ્થિરતા પર ગંભીર સુરક્ષા અસર કરી શકે છે.”

આ પણ વાંચો – Crime / ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતા શરૂ કરાયો ટોલ ફ્રી નંબર, 1908 પર ફોન કરી આપી શકાશે ડ્રગ્સની માહિતી

કોંગ્રેસનાં સાંસદ મનીષ તિવારીએ પંજાબ કોંગ્રેસમાં રાજકીય સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. આનંદપુર સાહિબથી લોકસભા સાંસદ મનીષ તિવારીએ કહ્યું છે કે પંજાબમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ જ દુઃખી છું. મનીષ તિવારીએ કહ્યું કે, 1980 થી 1995 સુધી 25,000 લોકોએ આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડીને પંજાબમાં શાંતિ સ્થાપી છે, પરંતુ આજે પંજાબ કોંગ્રેસમાં જે કંઈ થઈ રહ્યું છે તે ચોક્કસપણે પાકિસ્તાનમાં ખુશી લાવશે.

મનીષ તિવારીએ કહ્યું કે, પંજાબ જેવા સરહદી રાજ્યમાં કૃષિ કાયદાને લઈને પહેલાથી જ ગરબડ ચાલી રહી હતી, આવી સ્થિતિમાં કોંગ્રેસમાં આ રાજકીય સંકટે રાજ્યની શાંતિને ખલેલ પહોંચાડી છે અને આ રાજકીય ઘટનાને કારણે માત્ર પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક લોકો જ ખુશ થશેે. મનીષ તિવારીએ કહ્યું કે, કોંગ્રેસ પક્ષમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો માટે સત્તાથી ઉપર તેમના ઉચ્ચ આદર્શ છે, તે ઉચ્ચ આદર્શો પંજાબ જેવા સરહદી રાજ્યની શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચો – Climate Change / દુનિયાભરનાં નેતાઓનાં ‘blah, blah, blah’ પર ગ્રેટા થનબર્ગે ઉડાવી મઝાક

આ દરમિયાન મનીષ તિવારીએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સમય કાશ્મીર અને પંજાબની સુરક્ષા સામે મોટો ખતરો છે અને જો આપણે સત્તા કે પદ માટે લડતા રહીશું તો તે રાષ્ટ્રની સુરક્ષા માટે એક મોટો ખતરો બની જશે. આપને જણાવી દઈએ કે, મનીષ તિવારીનું આ નિશાન ક્યાંક સિદ્ધુને લઈને હતું. હવે પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ પોતાને સાઈડલાઈન કરવામાં આવી રહ્યુ હોય તેવુ અનુભવી રહ્યા હતા.