Not Set/ છત્તીસગઢમાંથી 800 કિલો ‘છાણ’ ચોરાયું, પોલીસે પણ ખંજવાળ્યુ માથુ

ગોબર ડાયમંડ હોય છે, ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા કહેવાયેલી આ વાતને એવુ લાગે છે કે, ખરેખર લોકોએ ગંભીરતાથી લઇ લીધી છે.

Ajab Gajab News
2 207 છત્તીસગઢમાંથી 800 કિલો 'છાણ' ચોરાયું, પોલીસે પણ ખંજવાળ્યુ માથુ

ગોબર ડાયમંડ હોય છે, ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા કહેવાયેલી આ વાતને એવુ લાગે છે કે, ખરેખર લોકોએ ગંભીરતાથી લઇ લીધી છે. અને તેની વેલ્યુ વધી ગઇ હોય તેવુ લાગે છે. તમને લાગશે કે આવુ કેમ? તો અમે તમને જણાવીશું કે, છત્તીસગઢમાં એક એવી ઘટના બની છે, જેણે પોલીસને પણ વિચાર કરતી કરી દીધી છે.

2 206 છત્તીસગઢમાંથી 800 કિલો 'છાણ' ચોરાયું, પોલીસે પણ ખંજવાળ્યુ માથુ

જનતાને થશે લાભ / ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર

દુનિયામાં ઘણી એવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે કે જે જાણીને થોડી ક્ષણ તમે પણ વિચારતા રહી જાઓ છો કે આ વળી શું છે? તમે પૈસા, ધન, સંપત્તિ, કાર અથવા અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરીની ઘણી ઘટનાઓ સાંભળી અથવા જોઈ હશે, પરંતુ તમે ક્યારેય છાણની ચોરી અંગે સાંભળ્યું છે? તમે કદાચ સાંભળ્યું ન હોય, પરંતુ અમે તમને ગાયનાં છાણાની ચોરીની સાચી ઘટના વિશે જણાવી રહ્યા છીએ. છાણા ચોરીની આ ઘટના છત્તીસગઢનાં કોરબા જિલ્લામાં બની છે જ્યાં ઘુરેના ગામમાંથી અંદાજે 800 કિલો ગાયનું છાણ ચોરી કરી લીીધુ જેની કિંમત 1600 રૂપિયા છે. સમાચાર મુજબ, ગામની ગૌધન સમિતિનાં વડાએ 15 જૂને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, ચોરોએ ગામમાંથી 800 કિલોથી વધુ ગાયનાં છાણાની ચોરી કરી હતી. તેમણે પોલીસને આ મામલે ઝડપી કાર્યવાહી કરવા માંગ કરી હતી અને ચોરોની ધરપકડ કરવાની માંગ કરી હતી. પોલીસે આ કેસમાં અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

2 205 છત્તીસગઢમાંથી 800 કિલો 'છાણ' ચોરાયું, પોલીસે પણ ખંજવાળ્યુ માથુ

ચાર સુત્રીય શ્વેતપત્ર / કોરોનાના બીજા તબક્કામાં 90% મોત ઓક્સિજન થી અટકાવી શકાયા હોત , રાહુલનો કેન્દ્ર સરકાર પર હુમલો

આપને જણાવી દઇએ કે, છત્તીસગઢ દેશનું એક એવું રાજ્ય છે જ્યાં ગોધન ન્યાય યોજના હેઠળ ગાયનાં છાણને બે રૂપિયા પ્રતિ કિલોનાં દરે ખરીદવામાં આવે છે. રાજ્યની ભૂપેશ બઘેલ સરકારે જુલાઈ 2020 માં આ યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત ગ્રામજનો પાસેથી 2 રૂપિયા કિલોનાં દરે ગાયનું છાણ ખરીદવામાં આવે છે. આ યોજનાએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી અને તેનો સીધો લાભ ગામમાં રહેતા પશુપાલકોને મળી રહ્યો છે. સરકાર આ છાણ ખરીદે છે અને તેમાંથી કંપોસ્ટ ખાતર બનાવે છે અને ખેડૂતોને સૌથી ઓછા ખર્ચે જૈવિક ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે. સરકારની આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોની આવક વધારવાની સાથે સાથે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાથી ગ્રામ્ય કક્ષાએ રોજગારની નવી તકો પણ ખુલી છે.

majboor str 20 છત્તીસગઢમાંથી 800 કિલો 'છાણ' ચોરાયું, પોલીસે પણ ખંજવાળ્યુ માથુ