વિશ્વના ઘણા દેશો એટલા ગરીબ છે કે લોકો માટે રોજબરોજની વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ બની રહી છે. આ દેશોમાં લોકો એક-એક પૈસા માટે વલખા મારી રહ્યા છે. કેટલાક દેશોને ડિફોલ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે. આજે અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો ગરીબીથી સૌથી વધુ પરેશાન છે. આ દેશોમાં ગરીબી સતત વધી રહી છે.
દુનિયાના સૌથી ગરીબ દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ યાદીમાં પાકિસ્તાન 52માં નંબર પર છે. અહીં માથાદીઠ આવક $6,774 આસપાસ છે. પાકિસ્તાનમાં ગરીબી સતત વધી રહી છે. અહીંના લોકોની સૌથી મોટી સમસ્યા ઝડપથી વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી છે.
આફ્રિકન દેશ દક્ષિણ સુદાન વિશ્વનો સૌથી ગરીબ દેશ છે. દક્ષિણ સુદાનના 11 મિલિયન લોકો અત્યંત ગરીબીનો સામનો કરી રહ્યા છે. જીડીપીની દ્રષ્ટિએ આ સૌથી ગરીબ દેશ છે. અહીં વાર્ષિક માથાદીઠ આવક $492 આસપાસ છે.
વિશ્વનો બીજો સૌથી ગરીબ દેશ બુરુન્ડી છે. અહીં વાર્ષિક માથાદીઠ આવક $936 આસપાસ છે. આ દેશ લાંબા સમયથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યો છે. અહીંની 80 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે.
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક વિશ્વનો ત્રીજો સૌથી ગરીબ દેશ છે. સોનું, તેલ, યુરેનિયમ અને હીરાનો ભંડાર હોવા છતાં આ દેશ અત્યંત ગરીબીની ઝપેટમાં છે. અહીં માથાદીઠ વાર્ષિક આવક $1140 છે.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં માથાદીઠ વાર્ષિક આવક $1570 છે. માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ તે ચોથો સૌથી ગરીબ દેશ છે. સરમુખત્યારશાહી, રાજકીય અસ્થિરતા અને હિંસાએ કોંગોની હાલત ખરાબ કરી દીધી છે.
આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી
આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…
આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:એપ્રિલ ! ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો
