હુમલો/ ઇરાકમાં વડાપ્રધાનના નિવાસસ્થાને ડ્રોનથી હુમલો થતાં PMનો આબાદ બચાવ,અનેક ઇજાગ્રસ્ત

વિસ્ફોટકથી ભરેલા ડ્રોને ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના નિવાસસ્થાન પર હુમલો કર્યો. આ હુમલો રવિવારે સવારે થયો હોવાનું જાણવા મળ્યું છે

Top Stories World
raq ઇરાકમાં વડાપ્રધાનના નિવાસસ્થાને ડ્રોનથી હુમલો થતાં PMનો આબાદ બચાવ,અનેક ઇજાગ્રસ્ત

વિસ્ફોટકથી ભરેલા ડ્રોને ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના નિવાસસ્થાન પર હુમલો કર્યો. આ હુમલો રવિવારે સવારે થયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ઈરાકી પીએમ આ હુમલામાંથી બચી ગયા હતા. ઈરાકી સેનાએ પીએમની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. જો કે અલ અરેબિયાના સમાચાર મુજબ આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા છે

ઈરાકી સૈન્ય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો કદીમીના બગદાદ સ્થિત નિવાસસ્થાનના ગ્રીન ઝોનને નિશાન બનાવ્યો હતો. જો કે હાલમાં સેના દ્વારા કોઈ વધારાની માહિતી આપવામાં આવી નથી.

અન્ય બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે કદિમીમીના નિવાસસ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. બંનેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને પણ માહિતી આપી હતી કે વડા પ્રધાન કદીમી આ હુમલામાંથી બચી ગયા હતા.  કદીમીએ હુમલા પછી ટ્વીટ કર્યું છે કે તે સુરક્ષિત છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.

અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. વડાપ્રધાનના આવાસના ગ્રીન ઝોન વિસ્તારમાં સરકારી ઈમારતો અને વિદેશી દૂતાવાસો આવેલા છે. અહીં રહેતા પશ્ચિમી રાજદૂતોએ કહ્યું કે તેઓએ વિસ્ફોટ અને ગોળીબારના અવાજો સાંભળ્યા હતા.