Gujarat News: ગુજરાતમાં ગાંજાનું વાવેતર ફૂલ્યુફાલ્યુ છે. રાજ્યમાં સુરેન્દ્રનગર અને પાટણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. પોલીસે ગેરકાનૂની રીતે ચાલતા ગાંજાનું વાવેતર કરનાર શખ્સની અટકાયત કરી. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં ગાંજાના વાવેતરના કારાબોરની પ્રવૃત્તિમાં વધારો થવા લાગ્યો છે. પ્રતિબંધિત એવા ગાંજાને લઈને અનેક શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે સુરેન્દ્રનગર અને પાટણમાં ગાંજાનું વાવેતર કરનાર સ્થાન પર દરોડા પાડી મુદ્દામાલ જપ્ત કર્યો.
![]()
સુરેન્દ્રનગરના ધજાળા ગામે લીલા ગાંજાનું વાવેતર થયું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે ગામમાં રેડ પાડતા SOG પોલીસે લીલા ગાંજાના છોડ સાથે એક ઇસમને ઝડપ્યો. ધજાળાના સુમિત મેણીયાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાતા આ વિસ્તારના સ્થાનો પર પોલીસે વધુ તપાસ હાથ ધરી. પંથકમાં બે દિવસમાં ફરી એકવાર લીલા ગાંજાનું વાવેતર ઝડપાતા પોલીસ પણ અચંબિત છે. આ રેડમાં
લીલા ગાંજાના 13 છોડ સહિત 41 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ધજાળા પોલીસ મથકે NDPS હેઠળ આરોપી સામે ગુનો નોંધાયો. SOG પોલીસે સુમિત મેણીયાની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો.
પાટણમાં સિદ્ધપુર પોલીસે રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપ્યો. ગેરકાનૂની પ્રવૃત્તિ એવું ગાંજાનું વેચાણ થતું હોવાની સિદ્ધપુર પોલીસને બાતમી મળી હતી. તેના પર કાર્યવાહી કરતા સિંધી કેમ્પ વિસ્તારના રહેણાંક મકાન પર દરોડો પાડયો અને ગાંજો ઝડપ્યો. રહેણાંક મકાનમાંથી 2 કિલો 338 ગ્રામ સુકા ગાંજાનો જથ્થો ઝડપાયો. આ ઉપરાંત પોલીસે 2 મોબાઇલ મળી કુલ 31,380 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. દરમ્યાન પોલીસ રેડની ગંધ આવતા ગાંજો વેચનાર વ્યક્તિ ફરાર થયો. પોલીસે પ્રકાશ ઉર્ફે વિપુલ બોચિયા સામે ફરિયાદ નોંધી. અને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
આ પણ વાંચો: અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
