Breaking News/ નાઈજીરિયામાં ઈંધણના ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ, 18 લોકોના મોત

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે. અઠવાડિયામાં એક મોટો અકસ્માત પણ થયો હતો.

Top Stories World

Breaking News:નાઈજીરિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈંધણના ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે. અઠવાડિયા પહેલા પણ એક મોટો અકસ્માત થયો હતો.

નેશનલ રોડ સેફ્ટી એજન્સી અનુસાર, નાઈજીરિયાના દક્ષિણ-પૂર્વીય એનુગુ રાજ્યમાં એક ટેન્કરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો. ટેન્કરે એક્સપ્રેસ વે પર એક ડઝનથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો.

ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ

ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સના પ્રવક્તા ઓલુસેગન ઓગુંગબેમીડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેન્કરમાં વિસ્ફોટ થતાં 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 10નો બચાવ થયો હતો. તેમણે કહ્યું કે આગમાં 18 લોકો એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી.

એક અઠવાડિયા પહેલા પણ આવી જ ઘટના બની હતી

આફ્રિકાના સૌથી મોટા તેલ ઉત્પાદક નાઇજીરીયામાં ઇંધણના ટેન્કરોને લગતા અકસ્માતો સામાન્ય બની ગયા છે, જેને સત્તાવાળાઓ ખરાબ રસ્તાઓ અને અવિચારી ડ્રાઇવિંગને દોષ આપે છે. એક સપ્તાહ અગાઉ, દેશના ઉત્તર ભાગમાં એક અન્ય ઘટનામાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાઈજીરિયા: જેહાદીઓ પર મહિલાઓના અપહરણનો આક્ષેપ, ISWAPના બળવાખોરોના હુમલા બાદ 47 મહિલાઓ થઈ ગુમ

આ પણ વાંચો:નાઈજીરિયામાં ભયાનક હિંસા, સશસ્ત્ર જૂથોના હુમલામાં 160 લોકોના મોત

આ પણ વાંચો:નાઈજીરિયામાં ISISનો કહેર,20 ખ્રિસ્તીઓનું ગળું કાપીને કરી હત્યા,જાણો