Master in 'Blaster'/ સચિને ચલાવી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર! આનંદ મહિન્દ્રા અભિભૂત

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતો સચિન તેંડુલકર હૈદરાબાદમાં ઈ-ફોર્મ્યુલા કાર રેસ દરમિયાન જોવા મળ્યો હતો. સચિન અહીં મહિન્દ્રા દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર પિનિનફેરિના બટિસ્ટામાં સવારી કરતો જોવા મળ્યો હતો

Top Stories Tech & Auto
Master in 'Blaster'

Master in ‘Blaster’ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતો સચિન તેંડુલકર હૈદરાબાદમાં ઈ-ફોર્મ્યુલા કાર રેસ દરમિયાન જોવા મળ્યો હતો. સચિન અહીં મહિન્દ્રા દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર પિનિનફેરિના બટિસ્ટામાં સવારી કરતો જોવા મળ્યો હતો. માસ્ટર બ્લાસ્ટર મોંઘી અને રેસિંગ કારના શોખ માટે પણ જાણીતો છે. ક્રિકેટર પાસે પોતાની એક લક્ઝરી કાર છે.

તેંડુલકર પ્યોર ઈલેક્ટ્રિક હાઈપરકારનું પ્રદર્શન જોઈને તેનો ચાહક બની ગયો. Master in ‘Blaster’ તેણે સોશિયલ મીડિયા પર આ કારના જોરદાર વખાણ કર્યા. હૈદરાબાદ ઇ-ફોર્મ્યુલા રેસ દરમિયાન પિનિનફેરિના બટિસ્ટાને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પિનિનફેરીના ભારતીય કાર નિર્માતા મહિન્દ્રાની માલિકીની કંપની છે, જેણે એક વર્ષ પહેલા બટિસ્ટાને લોન્ચ કરી હતી. હાઇપરકાર બટિસ્ટાની કિંમત 18 કરોડ રૂપિયા છે.

સચિન તેંડુલકરે ટ્વિટર પર લખ્યું કે ઇલેક્ટ્રિક વાહનો ભવિષ્ય છે? Master in ‘Blaster’ પિનિનફેરિના બટિસ્ટા આ પ્રશ્નનો શ્રેષ્ઠ જવાબ છે. હાઇપરકાર કારમાં સવારી કર્યા બાદ સચિને કહ્યું કે આ એક પડકારજનક સમય અને ભવિષ્યમાં પ્રવેશવા જેવો છે. તેમણે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને તેમની ટીમને આવી અત્યાધુનિક, વિશ્વ કક્ષાની કાર વિકસાવવા બદલ પ્રશંસા પણ કરી હતી.

આનંદ મહિન્દ્રાએ સચિનને ​​જવાબ આપતા કહ્યું કે પિનિનફેરિના બટિસ્ટા માટે Master in ‘Blaster’ આ એક શાનદાર ટેગલાઇન છે. તેણે એમ પણ ઉમેર્યું કે આ કારને વ્હીલ્સ પર માસ્ટર બ્લાસ્ટર બનાવે છે. મહિન્દ્રાએ લખ્યું, “તમે (સચિન) અમને બટિસ્ટા માટે એક શાનદાર ટેગલાઈન આપી છે. આજે તમે અમારી વચ્ચે છો એનો કેટલો આનંદ છે.

આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર ઉપરાંત શિખર ધવન અને યુઝવેન્દ્ર ચહલ સહિત અન્ય ઘણા ભારતીય ક્રિકેટરો જોવા મળ્યા હતા. આ સિવાય નાગાર્જુન, રામ ચરણ અને મલયાલમ અભિનેતા દુલકર સલમાન સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ

ICC Women’s T20 World Cup/ IND Vs PAK ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ કરી એક પછી એક ભૂલ

IndW Vs PakW, T20 WC/ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું, જેમિમાએ ચોગ્ગા સાથે અપાવી જીત

Online Medicine App/ લાયસન્સ વિના દવાઓ વેચતી એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત 20 કંપનીઓને DCGIએ મોકલી નોટિસ