Patan News: પાટણમાં 2018માં MBBS ગુણ સુધારણા કૌભાંડ (Patan MBBS Marks Scam) થયું હતું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2018માં આ કૌભાંડ થયું હતું. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ((Dr. Kirit PateL) આ અંગે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. તેના પગલે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સીઆઇડી તપાસ સહિતના રિપોર્ટના આધારે ફરિયાદનો નિર્ણય લેવાયો હતો. યુનિવર્સિટીમાં એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ થયું હોવાનું કુલપતિએ સ્વીકાર્યુ હતુ. હવે આ મુદ્દે યુનિવર્સિટી કે સરકાર બંનેમાંથી કોણ ફરિયાદ કરશે તે સવાલ છે. આ અંગે 18મી ઓક્ટોબરે કોર્ટમાં ચુકાદો આવશે.
મૂલ્યાંકનની કામગીરી કુલપતિએ સ્ટાફ પાસે કરાવી હતી. ડો. જે.જે. વોરાએ કરાર આધારિત સ્ટાફ પાસે કામગીરી કરાવી હતી. ડો. ખેરની કમિટી દ્વારા કુલપતિ સામે કરેલી તપાસમાં તે દોષિત પુરવાર થયા હતા. હવે કોની સામે ફરિયાદ નોંધાશે તે ચર્ચાનો વિષય બન્યો છે. કામગીરી કરનાર ટીમ પૈકી કોઈ એક પર દોષનો ટોપલો ઢોળવામાં આવશે તેમ માનવામાં આવે છે.
એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડમાં દોષિતના નામ અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. મૂલ્યાંકનની કામગીરી કુલપતિ ડો. જે.જે. વોરાએ કરાર આધારિત સ્ટાફ પાસે કરાવી હતી. ડો. ખેરની કમિટી દ્વારા કુલપતિ ડો. જે.જે. વોરા સામે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને તે ખાતાકીય તપાસમાં દોષિત ઠર્યા છે.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, તિક્ષ્ણ હથિયારો સાથે કેટલાક વિદ્યાર્થીઓની અટક
આ પણ વાંચો: પાટણની હોસ્ટેલના ભોજનમાં દેડકો નીકળવા મામલે કમિશનર કચેરીએ ઘેરાવ બાદ તાળાબંધી, લાઠીચાર્જ થયો
આ પણ વાંચો: પાટણમાં સગીરા પર દુષ્કર્મના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો