Not Set/ વડોદરામાં કોરોનાથી મોતનાં સાચા આંકડા છુપાવતું તંત્ર

વડોદરા ખાતે મ્યુ.કમિશ્નરનાં બજેટનાં નિવેદનમાં ૧૬૦૦ મોતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જયારે પાલિકાના ચોપડે માત્ર ૨૪૯  મોત દર્શાવવામાં આવ્યા છે. મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં જમીન આસમાન જેવો તફાવત જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Vadodara Trending
h3 4 વડોદરામાં કોરોનાથી મોતનાં સાચા આંકડા છુપાવતું તંત્ર
  • કોરોનાથી 1600થી વધુ મોત, પાલિકાનાં ચોપડે 249 મોત
  • મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં તફાવત
  • મ્યુ.કમિશ્નરનાં બજેટનાં નિવેદનમાં 1600 મોતનો સ્વીકાર
  • 2020-21માં ફાયરબ્રિગેડે કોરોનાની 1600 બોડીનો નિકાલ કર્યો
  • જ્યારે આરોગ્ય વિભાગનાં ચોપડે કોરોનાથી ફક્ત 249 મોત
  • મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં 1351નો તફાવત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના કેસનો આંક સતત ઉપર વધી રહ્યો છે. જયારે મોતનો આંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસના દૈનિક આક ૨૨૦૦ ઉપર પહોચી ચુક્યો છે. ત્યારે મોતના આંકમાં સામાન્ય જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે તંત્ર દ્વારા મોતનો સાચો આંક છુપાવવામાં આવતો હોવાની હકીકત સામે આવી છે.

વડોદરા ખાતે મ્યુ.કમિશ્નરનાં બજેટનાં નિવેદનમાં ૧૬૦૦ મોતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જયારે પાલિકાના ચોપડે માત્ર ૨૪૯  મોત દર્શાવવામાં આવ્યા છે. મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં જમીન આસમાન જેવો તફાવત જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020-21માં ફાયરબ્રિગેડે કોરોનાની 1600 બોડીનો નિકાલ કર્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગનાં ચોપડે કોરોનાથી ફક્ત 249 મોત દર્શાવવામાં આવ્યા છે.  મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં 1351નો તફાવત જોવા મળી રહ્યો છે.