Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી અંદાજે 52 કરોડ રૂપિયાની કિંમતની 1.25 ફૂટ જેટલી જગ્યાને ખુલ્લી કરાવવા માટે આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલી 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ વેળાએ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી જામનગર મહાનગરપાલિકાની અંદાજે સવા લાખ ફૂટ જેટલી જગ્યા કે જેની કિંમત 52 કરોડ રૂપિયા થાય છે. ઉપરોક્ત જગ્યામાં ગેરકાયદે રીતે 51 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી હતી, જેને ખાલી કરવાની નોટિશ અપાયા બાદ આજે મેગા ડીમોલેશન હાથ ધરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેમાં 4 જેસીબી મશીન, અને 1 હિટાચી મશીન, તથા 2 ટ્રેક્ટરની મદદથી મેગા ડિમોલેશન શરૂ કરી દેવાયું હતું અને તેના માટે ૨૦ શ્રમિકોની મદદ લેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચા માટે ઉપરોક્ત જગ્યા રિઝર્વમાં રખાઈ હતી, પરંતુ તેમાં દબાણ થઈ ગયું હતું. જ્યાં બુલડોઝર ફેરવી દઈ આવનારા દિવસોમાં બાગ બગીચા સહિતનું નિર્માણ કરવામાં આવશે.

જામનગરમાં ઢીંચડા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ૩૦ મીટરનો ડીપી રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે રોડમાં ઢીંચડા નજીકના માર્ગે આશરે 10.5 હજાર ચોરસ મીટર જગ્યામાં એક ધાર્મિક સ્થળનું બાંધકામ ઉભું કરાયું હતું અને એક દરગાહ ખડકી દેવામાં આવી હતી. જે જગ્યા ખાલી કરવા અંગે તંત્ર દ્વારા અનેક વખત નોટિસો અપાઈ હતી. પરંતુ જગ્યા ખુલ્લી કરવામાં આવી ન હતી. આજથી દોઢ વર્ષ પહેલાં જામનગર શહેર વિભાગના મામલતદાર દ્વારા પણ સ્થળ પર રોજકામ વગેરે કરાવાયું હતું અને સરકારની જગ્યા ખુલી કરી દેવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરાઇ હતી. પરંતુ ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરાયું ન હતું.હાલમાં નવો રોડ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળના વ્યવસ્થાપકોને અંતિમ નોટિસ પાઠવાઇ હતી, ત્યારબાદ આજે ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગરના SP પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળે હાજર રહ્યા હતા, તેઓની સાથે ASP અક્ષેશ એન્જિનિયર, શહેર વિભાગના Dysp જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના Dysp આર.બી. દેવધા, LCBના PI વી એમ લગારીયા અને પીએસઆઇ પી.એન. મોરી ઉપરાંત સીટી એ. ડિવિઝન ના PI એન.એ. ચાવડા ઉપરાંત સીટી સી. ડિવિઝનના PI તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. જે તમામ પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે સમગ્ર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Jamnagar: ગેરકાયદેસર દબાણો દૂર કરાયા: તંત્રની કાર્યવાહી
લેટેસ્ટ સમાચાર માટે નીચેની લીંક ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaA2MDO1iUxbjpVBcI2A
જામનગર મહાનગર પાલિકાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનીલ ભાનુશાલી તથા મહાનગરપાલિકાની અન્ય ટીમ દ્વારા 4 JCBની મદદ લઈને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 20 શ્રમિકોની મદદ લેવામાં આવી હતી અને માત્ર 3 કલાકના સમયગાળા દરમિયાન ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરી નાખી સરકારી જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી હતી. શહેરમાં નજીકના ભવિષ્યમાં જ આ વિસ્તારમાં નવો ૩૦ મીટરનો ડી.પી. રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અધિકારીઓ ટીમ સાથેની હાજરીમાં જ આજે સવારથી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
@Sagar Sanghani
આ પણ વાંચો: સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…
આ પણ વાંચો: જસદણમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, કૌટુંબિક ભાઈની ધરપકડ
