Saurashtra rain/ મેઘાએ સૌરાષ્ટ્રને કર્યુ જળબંબાકાર, માણાવદરમાં 15 અને દ્વારકામાં 10 ઇંચ વરસાદ

મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કરી દીધું છે. સૌરાષ્ટ્રનો કોઈ ખૂણો બાકી રહ્યો નથી જે વરસાદથી ભીનો થયો ન હોય. હજી સીઝન શરૂ થઈ છે ત્યાં સીઝનનો 70 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી ગયો છે.

Gujarat Top Stories Rajkot Others
Beginners guide to 88 1 મેઘાએ સૌરાષ્ટ્રને કર્યુ જળબંબાકાર, માણાવદરમાં 15 અને દ્વારકામાં 10 ઇંચ વરસાદ

Rajkot News: મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કરી દીધું છે. સૌરાષ્ટ્રનો કોઈ ખૂણો બાકી રહ્યો નથી જે વરસાદથી ભીનો થયો ન હોય. હજી સીઝન શરૂ થઈ છે ત્યાં સીઝનનો 30 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી ગયો છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મુશળધાર 15 ઈંચ વરસાદથી થાપલા, કોડવાવ, સમેગા,પીપલાણા, સરાડીયા, ચિખલોદ્રા, દેશીંગા, મરમઠ, વેકરી, લીંબુડા, ઈન્દ્રા, શેરડી, ગણા, ભિંડોરા, વડા, પાદરડી, મટીયાણા, આંબલિયા એ 19 ગામો રસ્તા માર્ગે સંપર્ક વિહોણા થયા હતા.

ઉપલેટાના ભીમોરા અને લાઠ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. જુનાગઢથી ધોરાજી વચ્ચેનો રસ્તા સહિત સૌરાષ્ટ્રના અનેક આંતરિક માર્ગો પાણીમાં ડૂબ્યા હતા. પૂરના પાણી રસ્તા પર ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.

રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર,ગોંડલમા ૨થી 8 ઈંચ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી,ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ પડ્યો હતો. આમ સમગ્ર સૌરાષ્ટ્ર પર આજે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું.

જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં અનેક સ્થળે 10 ઈંચ સહિત વ્યાપક ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં માણાવદરમાં ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં 15 ઈંચ મૂશળધાર વરસાદ વરસતા સોરઠ પંથક પાણી પાણી થઈ ગયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ પડ્યો છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વરસાદના લીધે પગથિયા પર વહેતા પાણીથી સર્જાયા રમણીય દ્રશ્યો

આ પણ વાંચો: પોલીસની સરાહનીય કામગીરી, ગુમ થયેલ બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યું

આ પણ વાંચો: પાંચ-પાંચ જિલ્લાની પોલીસ ઊંઘતી રહી અને દારૂ ભરેલી ફોરચ્યુનર બોપલ પહોંચી