Mahesana News/ USA માં મહેસાણાના પિતા-પુત્રીની હત્યા: હુમલાખોરએ સ્ટોરમાં ઘૂસી ગોળીબાર કરતા પટેલ પરિવારના 2 ના મોત થયા, હુમલાખોરની ધરપકડ

અમેરિકામાં દિવસેને દિવસે ભારતીઓ પર હુમલાની ઘટના વધી રહી છે, ખાસ કરીને ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ફરી એકવાર આવી ઘટના પ્રકાસમાં આવી છે.

Gujarat Top Stories Others Breaking News

Mahesana News : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી તેમની દુકાનમાં હતા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરી બંને પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પુત્રીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યા કરનાર અશ્વેત શખ્સની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ હત્યાના કારણો અંગે તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું છે કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં હત્યાનું કારણ સામે આવશે. આ ઘટનાથી અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

અગાઉ પણ લૂંટના ઇરાદે ત્રાટકેલા શખ્સોએ ગુજરાતી યુવકને પોઇન્ટ બ્લેકથી ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. આણંદના યુવકની હત્યા કરાઈ હોવાના સમાચાર વતનમાં વહેતા થતા પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે. મૃતક યુવક આણંદના ભાજપના નેતાનો ભાઈ હોવાનું સામે આવ્યું હતું. આણંદના મૂળ સોજીત્રાનાં પ્રેયસ પટેલની અમેરિકામાં હત્યા થઈ હતી. અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રેયસ પટેલ કિનક્રિક પાર્ક વેમાં સ્ટોર ધરાવતો હતો. તે ક્રિનિકિક પાર્ક વેમાં આવેલ 1400 બ્લોક પર 7 ઇલેવન નામનો સ્ટોર ચલાવતો હતો. બુધવારે પ્રેયસ પટેલ તેના સ્ટોર પર બેસ્યો હતો, તેની સાથે એક કર્મચારી પણ હતો. ત્યારે તેના સ્ટોરમાં અચાનક લૂંટારુઓ આવી ચઢ્યા હતા. જેઓએ અચાનક ગોળીઓ વરસાવી હતી. આ ઘટનામાં પ્રેયસ પટેલ અને એ કર્મચારીને ગોળી વાગી હતી.

તપાસ દરમિયાન ગુરુવારે સવારે ઘટનાસ્થળે પોલીસ એક કામદારે પૂછતાં તેમણે મૃતક પ્રેયસ પટેલ સ્ટોરનો માલિક હોવાનું અને થોમસ સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે સ્થાનિકોના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે વધુ એક ગુજરાતીની અમેરિકામાં ગેસ સ્ટેશન પર પોઇન્ટ બ્લૅકથી ગોળી મારી હત્યા કરાતા વતનમાં હડકંપ મચી ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં ન્યુજર્સીમાં ભાડે રહેતા ગુજરાતી યુવકે ગુજરાતી વૃદ્ધાની હત્યા કરી

આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ભયનો માહોલ

આ પણ વાંચો: અમેરિકામાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા: હેટક્રાઇમની સંભાવના